બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / shahrukh khan nervous when ms dhoni comes to bat against kkr during ipl cricket
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગના દરેક લોકો દિવાના છે. અલબત્ત, ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય, છતાં ચાહકો આઈપીએલમાં માહીની બેટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. IPLની 16મી સિઝનમાં તે મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતો જોવા મળશે. જો કે, આઈપીએલની આગામી સિઝન પહેલા, કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાનનું કહેવું છે કે જ્યારે તે ધોનીને બેટિંગ માટે ક્રીઝ પર આવતો જુએ છે ત્યારે તે નર્વસ થઈ જાય છે.
#AskSRK માં પૂછ્યો સવાલ
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને શનિવારે સોશિયલ મીડિયાના તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર #AskSRK ટ્રેન્ડ ચલાવીને લોકોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા. આદિત્ય નામના યુઝરે શાહરૂખને સવાલ પૂછ્યો હતો કે, 'જ્યારે એમએસ ધોની KKR સામે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે તમને કેવું લાગે છે? આના પર SRKએ કહ્યું, 'હા હા હું નર્વસ થઈ જાઉં છું.'
ADVERTISEMENT
Ha ha nervous https://t.co/HOpPh2DBjF
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2022
ADVERTISEMENT
શાહરૂખ ખાને સૌરવ ગાંગુલીના વખાણ કર્યા હતા
શાહરૂખ ખાન તાજેતરમાં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (KIFF 2022)માં ભાગ લેવા કોલકાતા પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ હાજર રહ્યા હતા. ઓપનિંગ સેરેમની દરમિયાન ગાંગુલીએ શાહરૂખની જોરદાર પ્રશંસા કરી હતી. કોલકાતાના પ્રિન્સે કહ્યું હતું કે, 'ટૂંક સમયમાં જૂનો શાહરૂખ ખાન પાછો આવશે. શાહરૂખ ખાનનો કોલકાતા સાથેનો સંબંધ માત્ર ફિલ્મો પૂરતો સીમિત નથી. તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે. એટલે કે તે રમતગમત સાથે પણ સંબંધિત છે.
ADVERTISEMENT
શાહરૂખ ખાન ફિલ્મ 'પઠાણ'ને લઈને વિવાદોમાં
IPL દરમિયાન પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમ અવારનવાર જોવા મળે છે. 'કિંગ ખાન' હાલમાં તેની નવી ફિલ્મ 'પઠાણ'ને લઈને વિવાદમાં છે. આ ફિલ્મના ગીત 'બેશરમ રંગ'માં અભિનેત્રી દીપિકા પાદુકોણના ભગવા ડ્રેસને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. દીપિકા 'બેશરમ રંગ' ગીતમાં બિકીનીમાં જોવા મળે છે જે ખૂબ જ ચર્ચામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.