બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Shahrukh Khan had an accident in America, had to undergo surgery, know how he is now

દુર્ઘટના / ચાલુ શૂટિંગે SRKનો અમેરિકામાં અકસ્માત, વધુ પડતું બ્લડિંગ થતા કરાવવી પડી સર્જરી, જાણો હવે કેવાં હાલ

Megha

Last Updated: 01:24 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં શાહરૂખ ખાન યુએસએના લોસ એન્જલસમાં એક પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યા છે.

  • શાહરૂખ ખાન અમેરિકામાં એક અકસ્માતનો શિકાર બન્યા
  • અકસ્માતમાં શાહરૂખ ખાનને નાક પર ઈજા થઈ હતી
  • શાહરૂખની તબિયત હવે સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અમેરિકામાં એક અકસ્માતનો શિકાર બન્યા છે. વાત એમ છે કે કિંગ ખાન ફિલ્મના સેટ પર એક સીન કરી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી. જણાવી દઈએ કે આ અકસ્માતમાં શાહરૂખ ખાનને નાક પર ઈજા થઈ હતી જે બાદ એમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની એક નાની સર્જરી પણ કરવામાં આવી હતી. શાહરૂખની તબિયત હવે સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તે મુંબઈ પરત ફર્યા છે. 

એક તરફ ફેન્સ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં બીજી તરફ શાહરૂખ ખાન યુએસએના લોસ એન્જલસમાં એક પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યા છે. જો કે ડોક્ટરોએ તેમની ટીમને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઓપરેશન બાદ શાહરૂખના નાક પર પટ્ટી બાંધવામાં આવી છે. 

શાહરૂખ હવે ભારત પાછો ફર્યો છે અને તેના ઘર મન્નતમાં આરામ કરી રહ્યો છે. શાહરૂખ ખાન છેલ્લા થોડા મહિનાઓથી ફિલ્મના શૂટિંગ માટે છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 'જવાન'નું ટ્રેલર
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ'ની વચ્ચે રિલીઝ થશે જ્યારે તે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ' 12 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સમાચાર સાંભળ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. બોલિવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાન જે તેની ફિલ્મ 'પઠાણ' ની સફળતાથી ખુશ છે તે ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ચમકવા માટે તૈયાર છે

આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થવાથી મેકર્સને ઘણો ફાયદો થશે કારણ કે આ દિવસે જન્માષ્ટમી પણ છે અને રજા પણ છે, તેથી તમને બોક્સ ઓફિસ પર ફાયદો મળી શકે છે. આ ફિલ્મનું નિર્દેશન અટલી સંભાલે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનથારા પણ જોવા મળશે. રઆ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ