ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan says pathaan is patriotic film asksrk reveals some things

બોલિવૂડ / પઠાનમાં દેખાશે દેશભક્તિનો રંગ! શાહરુખ ખાને સ્ટોરી સાથે જણાવ્યું કેમ જોવી જોઈએ ફિલ્મ

Published By: MayurN

Last Updated: 10:09 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાને શનિવારે #asksrk સેશન યોજ્યું હતું, જ્યાં કિંગ ખાને ચાહકોને તેમના મનની વાત કરવાની તક આપી હતી. આવી સ્થિતિમાં ચાહકો તેમના મનમાં ઉઠતા પ્રશ્નો પૂછ્યા હતા.

ADVERTISEMENT

  • શાહરુખ ખાને #asksrk માં આપ્યા જવાબ
  • આવનારી ફિલ્મ પઠાણને લઈને થઇ વાતો
  • લોકોએ શાહરૂખની ફિટનેસનું રાજ પૂછ્યું

એક તરફ પઠાણના બેશરમ રંગ ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ, શાહરૂખ ખાને શનિવારે #asksrk સેશન યોજ્યું હતું, જ્યાં કિંગ ખાને ચાહકોને તેમના મનની વાત કરવાની તક આપી હતી. આવી સ્થિતિમાં ચાહકો તેમના મનમાં ઉઠતા પ્રશ્નો પૂછ્યા હતા. ચાલો જાણીએ શાહરૂખને ચાહકોએ કેટલા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા. 

 

"ક્યારે આવશે ચક દે ઈન્ડિયા જેવી ફિલ્મ 
#asksrk માં શાહરૂખ ખાને ચાહકો સાથે ખુલીને વાત કરી અને તેમના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. કિંગ ખાનના એક ચાહકે પૂછ્યું કે તમે 'તમે ચક દે ઈન્ડિયા' અને 'સ્વદેશ' જેવી દેશભક્તિની ફિલ્મોમાં ક્યારે જોવા મળશો. જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, 'પઠાણ પણ ખૂબ જ દેશભક્તિની ફિલ્મ છે, પરંતુ તેમાં એક્શન છે.' બીજી તરફ બોલિવૂડ બાદશાહના અન્ય એક ફેને તેની ફેવરિટ ફિલ્મ વિશે પૂછ્યું. શાહરૂખ ખાને સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન'ને પોતાની ફેવરિટ ફિલ્મ કહી. મતલબ અહીં પણ તેણે સલમાન ખાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

 

સાઉથના સુપરસ્ટાર વિશે જણાવ્યું
#asksrk માં એક ચાહકે સાઉથના સુપરસ્ટાર રામ ચરણ માટે કંઈક કહેવાનું કહ્યું. શાહરૂખ ખાને લખ્યું છે કે, 'તે ઘણો જૂનો મિત્ર છે અને મારા બાળકોનો પણ ફેવરિટ છે.'

 

 

ફેનને ફિટનેસ મોટિવેશન આપ્યું 
શાહરૂખ ખાનના એક ફેને કહ્યું કે સર ફિટનેસ મોટિવેશન આપો. તેના પર તે લખે છે, 'શરૂઆત કરો અને તેને 7 દિવસ સુધી ચાલુ રાખો. તેને જાતે જ કરો અને પછી તે કરવાનું ચાલુ રાખજો. વધુમાં, એક પ્રશંસકને ફિટનેસની સલાહ આપતી વખતે, તેણે એમ પણ કહ્યું, 'સારું ખાઓ, દરરોજ કસરત કરો અને હા તે વધુ પડતું ન કરો. તમારો સમય લો અને ધીમે ધીમે વર્કઆઉટ કરો. #asksrk માં, શાહરૂખ ખાને એ પણ કહ્યું કે તે આ દિવસોમાં ઇન્ફેકશનથી પીડિત છે. એટલા માટે હાલ તેઓ દાળ અને ભાત જ ખાઈ રહ્યા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Pathan ShahRukhKhan asksrk patriotic Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ