બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan film swades actress gayatri joshi and her huaband vikas oberoi met with a car accident in italy

દુર્ઘટના / શાહરૂખની ફિલ્મ 'સ્વદેશ'ની કો-સ્ટાર ગાયત્રી જોશીની કારનો જોરદાર અકસ્માત, સ્વિસ દંપતીનું મોત, Video વાયરલ

Arohi

Last Updated: 08:19 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gayatri Joshi Car Accident: ઈટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં દુર્ઘટનામાં ગાયત્રી અને તેમના પતિને અકસ્માત નડ્યો હતો. તેમની કારના આગળ કોઈ અન્ય લક્ઝરી ગાડી પણ ચાલી રહી હતી એક મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેમની ગાડી ફરારીને અથડાઈ હતી.

  • સ્વદેશ ફેમ એક્ટ્રેસને નડ્યો અકસ્માત 
  • પતિ સાથે હતી એક્ટ્રેસ ગાયત્રી જોશી
  • અચાનક ફરારીને મારી ટક્કર 

શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશથી ડેબ્યૂ કરનાર બોલિવુડ એક્ટ્રેસ ગાયત્રી જોશીની કાર ઈટલીમાં દુર્ઘટનાનો શિકાર થઈ હતી. તે સમયે તે પોતાના પતિ વિકાસ ઓબેરોયની સાથે લેમ્બોર્ગિનીમાં મુસાફરી કરી રહી હતી. જોકે બન્ને બચી ગયા છે. પરંતુ આ દુર્ઘટનામાં ફરારી કારમાં સવાર એક સ્વિસ દંપતીનું મોત થયું છે. 

સુચના મળવા પર ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. માહિતી અનુસાર એક્ટ્રેસ અને તેમના પતિ લક્ઝરી ગાડીઓની સાથે રેસ કરી રહ્યા હતા. 

મિની ટ્રકને ઓવરટેક કરતા બની દુર્ઘટના 
રિપોર્ટ અનુસાર દુર્ઘટના ઈટલીના સાર્ડિનિયા વિસ્તારમાં થઈ છે. ઘટના વખતે ગાયત્રી અને તેમના પતિ પોતાની લેમ્બોર્ગિનીમાં સવાર હતા. તેમની કારના આગળ પાછળ ઘણી અન્ય લક્ઝરી ગાડીઓ પણ ચાલી રહી હતી. 

આ સમયે આગળ જઈ રહેલા મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેમની ગાડીને ફરારીએ ટક્કર મારી દીધી જે સાથે ચાલી રહેલા મિની ટ્રક સાથે અથડાઈ. આ ટક્કરથી મિની ટ્રક પલટી ગઈ અને ફરારીમાં આગ લગી ગઈ જેમાં સવાર દંપત્તીના મોત થઈ ગયા છે. 

સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી હતા મૃત દંપત્તી 
મૃતકોની ઓળખ સ્વિટ્ઝરલેન્ડના 63 વર્ષીય મેલિસા ક્રોટલી અને 67 વર્ષીય માર્કસ ક્રોટલી તરીકે કરવામાં આવી છે. ગાયત્રીએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે વિકાસ અને હું ઈટલીમાં છીએ. અમે અહીં એક દુર્ઘટનાનો શિકાર થયા છીએ. ભગવાનની કૃપાથી અમે બન્ને બિલકુલ ઠીક છીએ. 

ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે 
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે પાછળ ચાલી રહેલી એક ગાડીના ડેશબોર્ડ પર લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ઘણી લક્ઝરી ગાડીઓ એક એક કરીને વીડિયો રેકોર્ડ કરી રહેલી ગાડીઓને ઓવરટેક કરી રહી છે. થોડા દૂર જતા જ એક મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેને ટક્કર મારે છે તેનાથી ગાડી અને ટ્રક બન્ને પલટી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ