બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Shabana Azmi Birthday: Not once Shabana Azmi got National Award five times, these are her best films

નામ શબાના / એક નહીં પાંચ વખત નેશનલ ઍવોર્ડ જીતી ચૂકી છે આ અભિનેત્રી, ચાહકોને અદાઓથી કર્યા ઘાયલ

Megha

Last Updated: 10:39 AM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શબાના આઝમીએ અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એમને તેમના ફિલ્મી કરિયરમાં ઘણી વાર એવા પાત્રો પસંદ કર્યા જેઓ સમય કરતા ઘણા આગળ હતા.

  • શબાના આઝમીએ અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે
  • તેમની બોલ્ડ કિરદારોની પસંદગીએ તેમની કેટલીક યાદગાર ફિલ્મો બનાવી છે.
  • પાંચ વખત જીત્યો છે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ 

પોતાના શ્રેષ્ઠ અભિનયથી સિનેમા જગતમાં એક અલગ છાપ છોડનાર શબાના આઝમી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે.1974માં ફિલ્મ 'અંકુર'થી ડેબ્યૂ કર્યા પછીથી શબાના આઝમી ઘણા દાયકાઓથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. જણાવી દઈએ કે શબાના આઝમીએ અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એમને તેમના ફિલ્મી કરિયરમાં ઘણી વાર એવા પાત્રો પસંદ કર્યા જેઓ સમય કરતા ઘણા આગળ હતા અને તેઓ આજે પણ લોકોના માનસપટ પર જીવે છે. ફિલ્મોમાં તેમની બોલ્ડ કિરદારોની પસંદગીએ તેમની કેટલીક યાદગાર ફિલ્મો બનાવી છે.

અભિનેત્રી શબાના આઝમીનો આજે એટલે કે 18 સપ્ટેમ્બરના એમનો જન્મદિવસ છે. એમનો જન્મ 18 સપ્ટેમ્બર 1950ના રોજ હૈદરાબાદમાં થયો હતો અને આજ એમના જન્મદિવસના અવસર પર તમને શબાના આઝમી વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ...

શરૂઆતી સમય 
શબાના આઝમીના માતા-પિતા કૈફી આઝમી (ભારતીય કવિ) અને શૌકત આઝમી (ભારતીય જન નાટ્ય સંઘના અભિનેત્રી) હતા. શ્યામ બેનેગલના નિર્દેશનમાં બનેલ  ફિલ્મ અંકુર 1974માં રિલીઝ થયેલી ફિલ્મ હતી અને આ ફિલ્મ સાથે શબાનાએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત હતી. જો કે એક મીડિયા  રિપોર્ટમાં આ વાત બહાર આવી હતી કે આ ફિલ્મ માટે તે પહેલી પસંદગી નહતી, ઘણી અભિનેત્રીઓએ આ ફિલ્મને કરવાની ના કહી ત્યારે શબાનાને આ રોલ મળ્યો હતો. જણાવી દઈએ કે શબાનાએ 1984માં જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા.

પાંચ વખત જીત્યો છે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ 
શબાના આઝમી એક દમદાર અભિનેત્રી છે. કોઈ પણ પાત્ર ભજવે છે, તેમાં તે એક અલગ જ છાપ છોડી દે છે. શબાના આઝમીએ 1974માં ફિલ્મ અંકુરથી ફિલ્મી કરિયરની શરૂઆત હતી અને શબાનાને પહેલી જ ફિલ્મ માટે  બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.આ પછી શબાનાને 1983માં ફિલ્મ પૃથ્વી માટે, 1984માં ખંડાર, 1985માં પાર અને 1999માં ગોડમધરનો બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. નેશનલ એવોર્ડની સાથે સાથે શબાનાને ફિલ્મફેર સહિત બીજા ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. શબાના આઝમીને પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ