બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Seeking transfer due to immoral relationship with female colleague but mental cruelty- High Court verdict

જાણવા જેવું / મહિલા સહકર્મી સાથે અનૈતિક સંબંધોને આધારે બદલી માગવી પણ માનસિક ક્રૂરતા- હાઈકોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 04:43 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા એવું જાહેર કર્યું છે કે કોઈ પત્ની દ્વારા ઓફિસે જઈને પતિ સાથે ઝગડવાનું કામ હવે કૂરતા સમાન ગણાશે.

  • છત્તીસગઢ હાઈકોર્ટનો મોટો ચુકાદો 
  • ઓફિસે જઈને પતિ સાથે ઝગડવું અને ગાળાગાળી ગણાશે ક્રૂરતા
  • પતિની ઓફિસે પણ નહીં જઈ શકાય

લગ્નજીવનમાં અમુક કજિયાખોર પત્નીઓ ઓફિસે જઈને પતિઓ સાથે બખેડો કરતી હોય છે અને પરંતુ હવે પત્નીઓનું આવું કૃત્ય માનસિક ક્રૂરતા સમાન ગણાશે તેવો હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રાયપુરના એક વ્યક્તિના છૂટાછેડા મંજૂર રાખતા આવો ચુકાદો આપ્યો હતો. રાયપુર ફેમિલી કોર્ટના છૂટાછેડાને સમર્થન આપતા છત્તીસગઢ હાઈકોર્ટે એવું કહ્યું કે કોઈ પણ પત્ની ઓફિસે જઈને પતિ સાથે ઝગડો કરે કે તેમની સાથે ગાળાગાળી કરે તે એક પ્રકારનો માનસિક ત્રાસ કહેવાય. 

મહિલા સહકર્મી સાથે લફરુ હોવાની આશંકાએ પત્ની પતિની ઓફિસે જતી 
જસ્ટીસ ગૌતમ ભાદુરી અને રાધાકિશન અગ્રવાલની ડિવિઝન બેંચે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ચુકાદો આપતા એમ પણ કહ્યું હતું કે, પત્નીએ તેના પતિ, સરકારી અધિકારી વિરુદ્ધ એક મંત્રીને કરેલી ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પુરાવા વગર મહિલા સહકર્મી સાથેના ગેરકાયદેસર સંબંધોના આધારે બદલીની માંગ કરવી પણ ક્રૂરતા સમાન ગણાશે. 

જાણો શું છે મામલો 
ધમતારી જિલ્લાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિએ 2010માં વિધવા (34) અને રાયપુર નિવાસી મહિલા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં, આ વ્યક્તિએ રાયપુર ફેમિલી કોર્ટમાં વિવિધ કારણોને ટાંકીને છૂટાછેડાની માંગ કરતી અરજી કરી હતી, જેમાંથી એક એ હતી કે મહિલાએ તેના પતિને કહ્યું હતું કે તે તેની સાથે દુર્વ્યવહાર કરશે અને તેના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને મળતા અટકાવશે. ડિસેમ્બર 2019 માં, ફેમિલી કોર્ટે, રેકોર્ડ પરના તથ્યો અને પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા પછી, પતિની અરજીને મંજૂરી આપી હતી, જેથી તેને છૂટાછેડાનું ફરમાન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહિલાએ આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટની સુનાવણી દરમિયાન મહિલા તરફથી હાજર થયેલા એડવોકેટ શિશિર શ્રીવાસ્તવે રજૂઆત કરી હતી કે, પત્ની સાથે તેના પતિ દ્વારા ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવ્યું હતું તે હકીકતની કદર કરવામાં ફેમિલી કોર્ટ નિષ્ફળ રહી છે.

પતિને માતાપિતાને ન મળવા દેવાની પત્નીની જીદ માનસિક ક્રૂરતા- હાઈકોર્ટ 
કોર્ટમા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મહિલાએ તેના પતિ પર લગ્નેત્તર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. ગેરકાયદેસર સંબંધોના આરોપને લઈને પત્ની દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ પણ કરવામાં આવી હતી કે, પતિની ઓફિસમાં એક ચોક્કસ પોસ્ટિંગથી બદલી કરવામાં આવે. પત્નીને પતિના અનૈતિક સંબંધોનો શક હોવાથી તે પતિની ઓફિસે પણ જતી હતી પતિને માનસિક ત્રાસ લેવડાવતી હતી. 
હાઈકોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં જ્યારે પત્ની પતિની ઓફિસના પરિસરમાં જાય છે, તેની સાથે દુર્વ્યવહાર કરે છે અને તેના પર ચોક્કસ સંબંધનો આરોપ લગાવે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ સહકર્મીઓ સમક્ષ પતિની છાપ ખરડાતી હોય છે. કોર્ટે એવું પણ કહ્યું કે પત્નીનો સાસરિયા સાથેનો દુર્વ્યવહાર અને પતિને તેમના માતાપિતાને ન મળવા દેવાની જીદ પણ ક્રૂરતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ