બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / સ્પોર્ટસ / Cricket / Seeing Naveen-ul-Haq on field fans chant Kohli-Kohli slogans, reaction went viral

IPL 2023 / નવીન-ઉલ-હકને મેદાન પર જોઈને ચાહકોએ લગાવ્યા કોહલી-કોહલીના નારા, અફઘાન બોલરની પ્રતિક્રિયા થઈ વાયરલ

Megha

Last Updated: 09:07 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: લખનૌની મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બોલર નવીન ઉલ હક બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જોઈને ચાહકો 'કોહલી-કોહલી'ની બૂમો પાડવા લાગ્યા હતા.

  • કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી
  • નવીન ઉલ હકને જોઈ ચાહકો 'કોહલી-કોહલી'ની બૂમો પાડવા લાગ્યા
  • તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

IPL 2023: ભવિષ્યમાં જ્યારે પણ IPL 2023 ની વાત થશે એ સમયે વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચેની ટક્કરનો ઉલ્લેખ ચોક્કસપણે થશે. જણાવી દઈએ કે 1 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચ દરમિયાન આ બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી અને 16 મેના રોજ, LSG એ એટલે કે લખનૌની ટીમે આ સિઝનની તેમની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમી હતી, જેમાં તેને મુંબઈને 5 રનથી હરાવ્યું હતું.હવે વાત એમ છે કે આ મેચ દરમિયાન જ્યારે ફાસ્ટ બોલર નવીન ઉલ હક બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જોઈને ચાહકો 'કોહલી-કોહલી'ની બૂમો પાડવા લાગ્યા હતા.

હાલ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ફેન્સે નવીનને કોહલીના નામના નારા લગાવીને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ચાહકો જોરથી કોહલીના નામનો નારો લગાવી રહ્યા હતા ત્યારે અફઘાન બોલર નવીને તેમને વધુ જોરથી બૂમો પાડવાનો ઈશારો કર્યો હતો.

નવીન જ્યારે મુંબઈ સામે તેના સ્પેલની બીજી ઓવર કરી રહ્યો હતો ત્યારે પણ ચાહકોએ કોહલીનું નામ બોલીને તેનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નવીને તે સમયે પણ કોઈપણ રીતે પ્રતિક્રિયા આપી ન હતી અને તેનું સંપૂર્ણ ધ્યાન મેચ પર કેન્દ્રિત કર્યું હતું. જણાવી દઈએ કે 23 વર્ષીય નવીન MI સામે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે પોતાની ચાર ઓવરના સ્પેલમાં કોઈ વિકેટ લીધા વિના 37 રન આપ્યા હતા.

મુંબઈ સામેની આ જીત સાથે કૃણાલ પંડ્યાની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. લખનૌ હવે ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી લીગ મેચ 20 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ