બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Second day of PM Modis Gujarat tour Bharuch, Anand and Ahmedabad will be gifted with crores of development

વતનમાં વડાપ્રધાન / PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ : ભરૂચ, આણંદ અને અમદાવાદને આપશે કરોડોના વિકાસ કર્યોની ભેટ, જાણો કાર્યક્રમ

Kishor

Last Updated: 12:11 AM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે ભરૂચ, આણંદ અને જામનગર સહીતના શહેરોમાં વિકાસ કામોના લોકાર્પણ-શિલાન્યાસ કરવામાં આવશે.

  • PM નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
  • ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
  • હરિપર ગામે 176.89 કરોડના સોલાર પી.વી પ્રોજેક્ટનું થશે લોકાર્પણ

વિધાનસભાની ચુંટણી અગાઉ વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે આવ્યા છે. ગઇકાલે રવીવારે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. જ્યાથી તેઑ સીધા જ મોઢેરા ગયા હતા. આ દરમિયાન મોઢેરામાં મોઢેશ્વરી માતાના દર્શન કરી અને સૂર્ય મંદીરની પણ મુલાકાત લીધી હતી.  આ વેળાએ મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો પણ યોજાયો હતો. આ સાથે મોઢેરાને સોલાર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કર્યું હતું.

ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે
વધુમાં રવીવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવન ખાતે કર્યું હતું. ત્યારબાદ આજે એટલે કે 10 ઓક્ટોબરે સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જ્યાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવશે. ભરૂચમાં રૂપિયા 2500 કરોડના ખર્ચે  રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે. જ્યાં ઔધોગિક પાર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. તથા 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક1 MSME પાર્ક, 2 બહુસ્તરીય ઔધોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે.  તેમજ ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્વાટન અને  GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન,  અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1નું ઉદ્ઘાટન, IOCL દહેજ-કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ અને  ઉમલ્લા અશાપાણેથા રોડ મજબૂતીકરણનું લોકાર્પણ કરવામાં આવશે.

બ્લક ડ્રગ પાર્કની વિશેષતા 

  • રાજ્યનો પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક 
  • આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ બલ્ક ડ્રગ પાર્ક તૈયાર થશે
  • 2015 હેક્ટર વિસ્તારમાં બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ કરાશે
  • બલ્ક ડ્રગ પાર્ક માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી
  • રૂપિયા 2500 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થશે
  • હાલમાં એક્ટિવ ફાર્મા ઇન્ગ્રિડિયન્ટ આયાત કરવામાં આવે છે
  • આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઇન સરળ થશે
  • આ પ્લાન્ટથી આયાતના વિકલ્પ માટેનો માર્ગ મોકળો બનશે 
  • ભારત બલ્ક ડ્રગ માટે આત્મનિર્ભર બનશે

જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે
વધુમાં સોમવારે બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન પહોંચશે. જ્યાં શાસ્ત્રી મેદાનના આંગણે વિશાળ જનસભા સંબોધશે. ત્યારબાદ તેઑ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દિપાવશે. જ્યાંથી સીધા જામનગર જવા રવાના થશે. જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જનસભાનું સંબોધન પણ કરવામાં આવશે. જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે. જ્યાં કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિલ્લી જવા રવાના થશે. 
 
જામનગરમાં PM મોદીના કાર્યક્રમ

  • હરિપર ગામે 176.89 કરોડના સોલાર પી.વી પ્રોજેક્ટનું થશે લોકાર્પણ
  • 40 મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું લોકાર્પણ 
  • કાલાવડ-મોરબી, માળીયા-જોડીયા જુથ સુધારણા પાણી યોજનાનું ખાતમૂર્હુત
  • જામનગરમાં સૌની  યોજનાના બીજા-ત્રીજા તબક્કાનું લોકાર્પણ
  • જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં પહોંચશે નર્મદાના પાણી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ