SCO Summit: પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે આપણને રાજનૈતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાનાં ચક્કરમાં ન પડવું જોઈએ...
SCO મિટીંગમાં આતંકવાદ પર બોલ્યાં બિલાવલ ભુટ્ટો
કહ્યું રાજનૈતિક લાભ માટે આતંકવાદને હથિયાર ન બનાવવું
એસ.જયશંકરે કર્યો હતો આતંકવાદને લઈને કર્યો પ્રહાર
ગોવામાં ચાલી રહેલ શંઘાઈ સહયોગ સંગઠન SCOની વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ પર એવો તગડો પ્રહાર કર્યો કે જેનાં ઘા સીધાં પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલને જઈને લાગ્યાં! પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ સામૂહિક ધોરણે આતંકવાદનાં ભયનો નાશ કરવાનો તો આગ્રહ કર્યો પરંતુ સાથે એવું પણ કહ્યું કે રાજનૈતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાનાં ચક્કરમાં આપણે ન પડવું જોઈએ.
આતંકવાદનાં દરેક સ્વરૂપોનો નાશ થવો જોઈએ- જયશંકર
આ પહેલા ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે બેઠકમાં આતંકવાદનો મુદો ઉઠાવ્યો હતો જેમાં તેમણે કહ્યું કે આતંકવાદને કોઈપણ સ્વરૂપમાં યોગ્ય ન માની શકાય. આતંકવાદનાં દરેક રૂપનો નાશ થવો જોઈએ. આતંકની આર્થિક સહાયતા બંધ કરવા માટે પણ કાર્યવાહી થવી જોઈએ. જયશંકરે SCOની સ્થાપના સંકલ્પોને યાદ કરતાં કહ્યું કે આતંકવાદથી લડત SCOની પ્રમુખતા છે.
'પાક. પરસ્પર વિશ્વાસનાં સિદ્ધાંતોનું પાલન કરે છે'
પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને પણ પોતાની વાત રાખવાનો મોકો મળ્યો હતો જેમાં તેમણે કહ્યું કે વિદેશમંત્રીઓની બેઠકમાં મારું પહોંચવું જણાવે છે કે પાકિસ્તાન SCOને કેટલું મહત્વ આપે છે. તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાન મૂળ શંઘાઈ ભાવના અંતર્ગત પરસ્પર વિશ્વાસ અને વિકાસનાં સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન કરે છે.
No shake hand, only Namastey..., Jaishankar greets Pakistan minister Zardari at SCO meet in Goa
જળવાયુ સંકટ પર બિલાવલ ભુટ્ટો
પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે યૂરેશિયન કનેક્ટિવિટીને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે SCO એક મહત્વપૂર્ણ મંચ બની શકે છે. સાથે જ જળવાયુ સંકટથી લડવા માટે કહ્યું કે જળવાયુ સંકટ માનવતાનાં અસ્તિત્વ માટે એક સંભવિત ખતરો છે.