બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Scam in SI Course: Big Statement by Deputy Commissioner of RMC, Such Decision Taken for Ongoing Recruitment of Sanitary Inspector

રાજકોટ / SIના કોર્સમાં કૌભાંડ: RMCના ડેપ્યુટી કમિશનરનું મોટું નિવેદન, સેનેટરી ઈન્સ્પેક્ટર ચાલુ ભરતી માટે લેવાયો આવો નિર્ણય

Vishal Khamar

Last Updated: 04:32 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ મનપામાં SI ની ભરતી મામલે ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે SI ના કોર્ષ બાબતે યુનિવર્સિટી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે યુનિવર્સિટીના ખુલાસા બાદ જ નિર્ણય કરવામાં આવશે.

  • SI ભરતી મામલે RMCના ડેપ્યુટી કમિશનરનું નિવેદન
  • 'યુનિવર્સિટી પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા'
  • 'યુનિવર્સિટીના ખુલાસા બાદ નિર્ણય કરાશે'

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર આશિષકુમાર દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટરની ભરતી મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આશિષકુમારે જણાવ્યું હતું કે, અત્યારે કોર્પોરેશનમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. ભરતી પ્રક્રિયામાં SI ની ડીગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ પણ એપ્લાય કર્યું છે. અમુ ઉમેદવારોએ ર્ડા.બાબા સાહે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ડીગ્રી મેળવી છે. કોર્પોરેશને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. પત્રમાં યુનિવર્સિટી પાસે કેટલીક બાબતોના ખુલાસા માંગવામાં આવ્યા છે. યુનિવર્સિટી જે કોર્સ ચલાવે છે તે ક્યાં આધારે ચલાવે છે તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે અત્યારે કોર્પોરેશને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જે અરજી મળી છે તમામ અરજી અત્યારે માન્ય રાખવામાં આવી છે. તેમજ યુનિવર્સિટીના ખુલાસા બાદ કોર્પોરેશન ચર્ચા વિચાણા કરીને યોગ્ય નિર્ણય લેશે.

આશિષકુમાર (ડેપ્યુટી કમિશ્નર,રાજકોટ મહાનગરપાલિકા)

 'સેનિટરી ઇન્સ્પેક્ટર'નો કોર્સ ગેરકાયદે ચાલતો હોવાનો પર્દાફાશ થયો
અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 'સેનિટરી ઇન્સ્પેક્ટર'નો કોર્સ ગેરકાયદે ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ બહાર પાડેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી માટે જ્યારે ડો.આબેડકર યુનિવર્સિટીમાં સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલા ઉમેદવારોએ અરજી કરી ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી હતી સ્પષ્ટતા
વાસ્તવમાં  1 ફેબ્રુઆરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે, 'ડિપ્લોમા ઈન હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે નહીં.'
7500થી વધુ વિદ્યાર્થીઓએ કર્યો છે આ કોર્સ 
આપને જણાવી દઈએ કે, અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 'ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર' વર્ષ 2018થી શરૂ કરાયો છે. આ પાંચ વર્ષમાં અંદાજિત 7500થી વધુ વિદ્યાર્થીઓએ આ કોર્સ કર્યો છે. 

...કોર્સ તો ગેરકાયદે ચાલતો હતો
પાંચ વર્ષમાં ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં રૂ.15 કરોડ ભરીને 7500 વિદ્યાર્થીઓ SI (સેનિટરી ઇન્સ્પેક્ટર) બન્યા, પછી ખબર પડી કે આ કોર્સ તો ગેરકાયદે ચાલતો હતો. રાજકોટના 50 વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી ત્યારે ખબર પડી કે કોષ કર્યો પરંતુ નોકરી નહીં મળે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ