બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / sand sculpture artist nathubhai garchar porbandar gujarat india

અનોખી ઓળખ / ગુજરાતના સુદર્શન પટનાયક એટલે 'નથુભાઈ ગરચર', તેમની અદભૂત રેત શિલ્પ કળા જોઈને કહેશો અદભુત

Hiren

Last Updated: 06:49 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલા કોઈ નાત જાતની મોહતાજ નથી હોતી. પોરબંદરના રેત શિલ્પકાર નથુભાઈ ગરચર પોતાની કલાથી પોરબંદરના દરિયા કિનારાને સુશોભિત કરે છે. ત્યારે જુઓ કેવી છે તેમની કળા...

  • ઓડિશાના સુદર્શન પટનાયક જેવી શિલ્પ કળા ધરાવે છે ગુજરાતના રેત શિલ્પી નથુભાઈ ગરચર
  • પોરબંદરના દરિયા કિનારે વિવિધ રેત શિલ્પો બનાવી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે નથુભાઈ
  • દરિયાની રેતને પણ સુંદર શિલ્પો થકી ઓળખ મળે તેવા નથુભાઈના પ્રયોસો છે

રેત શિલ્પીની વાત આવે એટલે ઓડિશાના સુદર્શન પટનાયક યાદ આવી જાય. કારણ કે, તેઓ રેત શિલ્પની કળાના કારણે ઓડિશાના દરિયાને ફેમસ બનાવી રહ્યા છે. તેમની કળાની વિશ્વભરમાં નોંધ લેવાય છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે, આવા જ એક સુદર્શન પટનાયક ગુજરાતમાં પણ છે. જે હાલ રેત શિલ્પના આકર્ષણથી ગુજરાતના દરિયાને ફેમસ કરી રહ્યા છે.

કોણ આ ગુજરાતના સુદર્શન પટનાયક અને કેવી છે તેમની સુંદર શિલ્પીકળા ?

ભારત સરકારે અને ઓડિશાની સરકારે હંમેશા ઓડિશાના સુદર્શન પટનાયકની નોંધ લીધી છે. તેમની કળાને પ્રોત્સાહન પુરુ પાડ્યું છે. પરંતુ ગુજરાતમાં પણ આવા જ એક સુદર્શન પટનાયક આવેલા છે. જેમનું નામ નથુભાઈ ગરચર છે. તેમની આજ સુધી સરકારે નોંધ નથી લીધી

ગુજરાત પોતાના 1600 કિલોમીટરના દરિયા કિનારાને લઇને પોરબંદર પ્રખ્યાત છે. પરંતુ તે દરિયાની રેતને પણ સુંદર શિલ્પો થકી ઓળખ મળે તેવા પ્રયોસો નથુભાઈ કરી રહ્યા છે. આ માટે તેઓ હંમેશા વિવિધ રેત શિલ્પો પોરબંદરના દરિયા કિનારા પર બનાવી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે. તાજેતરમાં જ ભગવાનના લગ્ન પ્રસંગે માધવપુરના મેળા દરમિયાન નથુભાઈએ પોરબંદરના દરિયાકાંઠે ભગવાન માધવરાય અને રાણી રુક્મિણીનું રેત શિલ્પ બનાવ્યું હતું. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

12 વર્ષની ઉંમરથી બનાવે છે રેત શિલ્પ, 1000થી વધુ બનાવી ચૂક્યા છે રેત પર કલાકૃતિ
નથુભાઈ આમ તો રિટાયર્ડ બેંક કર્મચારી છે. કોઈપણ માણસ રિટાયર્ડ થયા પછી એશોઆરામની જિંદગી જીવવાનું પસંદ કરે છે. પરંતુ નથુભાઈ પોતાની આ રિટાયર્ડ લાઈફમાં પણ પોતાની અંદર રહેલી કળાનો સદ્ઉપયોગ કરી રહ્યા છે. નથુભાઈ જ્યારે 12 વર્ષના હતા. ત્યારથી જ તેમણે રેત શિલ્પ બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેઓ 1000થી વધારે રેત શિલ્પ બનાવી ચૂક્યા છે. નથુભાઈને આ રેત શિલ્પ બનાવવા માટે 1 કલાકથી લઈને એક દિવસ સુધીનો સમય લાગી જાય છે. પરંતુ તેમનું શિલ્પ જોનાર વ્યક્તિ હંમેશ ખુશ થઈને જાય છે.

કોઈ કેમિકલ વિના બનાવે છે રેત શિલ્પ
મહત્વનું છે કે, નથુભાઈ રેતશિલ્પ પર ખૂબ જ ઝીણવટ ભરી કલાકૃતિઓ પણ બનાવે છે.  આ રેતશિલ્પ બનવા માટે કોઈ કેમિલ્કનો પણ ઉપયોગ નથી કરતા. માત્ર દરિયાનું પાણી, ચપ્પુ, પીંછી, અને નાનકડા પતરાના ટુકડાથી તેઓ આ રેતશિલ્પો તૈયાર કરે છે. નથુભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ રેતશિલ્પને સૌકોઈ વખાણી રહ્યા છે. કારણ કે, તેઓ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે.

નથુભાઈ તહેવાર અને ખાસ દિવસોને અનુલક્ષીને બનાવે છે રેતશિલ્પ
નથુભાઈ તહેવાર અને ખાસદીવસો ને અનુલક્ષીને રેતશિલ્પ બનાવે છે. માધવપુર ઘેડમાં ભગવાનના વિવાહ પ્રસંગે માધવરાયજી અને રાણી રુક્મિણીનું રેત શિલ્પ બનાવ્યું હતું. પોરબંદરની ચોપાટી પર મતદાન જાગૃતિ અંગે રેતીશિલ્પકાર નથુભાઈએ હું અવશ્ય મતદાન કરીશ તેવા લખાણ વાળું રેતશિલ્પ બનાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને પોતાની કળા મારફતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત સરકાર કળાની નોંધ લે
ત્યારે આશા રાખીએ કે, ગુજરાત સરકાર પણ આ અદભૂત કલાકારની કળાની નોંધ લે. ઓડિશાના સુદર્શન પટનાયકની જેમ આપણા આ નથુભાઈને પણ સન્માન મળે. એક મોટી ઓળખ મળે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ