બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Sameer Wankhede shared his chat with Shah Rukh Khan, made a shocking claim

Aryan Khan Case / સમીર વાનખેડેએ શેર કરી શાહરુખ ખાન સાથેની પોતાની ચેટ, કર્યો ચોંકાવનારો દાવો

Dinesh

Last Updated: 06:25 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સમીર વાનખેડેએ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન સાથેની ચેટ સામેલ કરી છે, આ કેસમાં વાનખેડે પર લાંચ માંગવાનો આરોપ છે.

  • પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ
  • આરોપ વચ્ચે શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી 
  • 'સિનિયરના આદેશ મુજબ કેસ પર કામ કર્યું હતું' 


બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસ મામલે એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ વચ્ચે શાહરૂખ સાથેની વાનખેડેની ચેટ સામે આવી છે. જે ચેટની વાતચીતને વાનખેડેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી સાથે સામેલ કરી છે. જે ચેટની વાતચીતમાં કહેવાની કોશિશ કરવામાં આવી છે કે, આર્યનની સાથે કંઈ ખોટું થયું નથી. સમીર વાનખેડેએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેણે સિનિયરના આદેશ મુજબ કેસ પર કામ કર્યું હતું. 

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરનાર NCB ના પૂર્વ ચીફ સમીર વાનખેડેના ઘરે  CBI ના દરોડા | sameer wankhede cbi raids house corruption case came in  limelight aryan khan drug case

બિલકુલ ચિંતા કરશો નહીં: વાનખેડે
સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને ચેટમાં તેને મેસેજ કર્યો હતો, જે સંદેશમાં શાહરુખે કહ્યું કે હતું કે, તમે મારા વિશે જે વિચારો અને અંગત માહિતી આપી છે જે માટે હું તમારો પુરતો આભાર માની શકતો નથી. હું સુનિશ્ચિત કરીશ કે તે એવી વ્યક્તિ બને કે જેના પર તમે અને મને બંનેને ગર્વ થઈ શકે. આ ઘટના તેના જીવન માટે એક સારો વળાંક સાબિત થઈ શકે. આભાર, તમે સારા માણસ છો, મહેરબાની કરીને આજે તેના પર દયા કરો, હું વિનંતી કરું છું. વાનખેડેએ જેના જવાબમાં લખ્યું છે કે, બિલકુલ ચિંતા કરશો નહીં.

એફઆઈઆર નોંધવામાં આવી
ચેટમાં શાહરૂખ વતી આગળ લખવામાં આવ્યું છે કે, ભગવાન તમારું ભલું કરે, હું તમને અંગત રીતે મળવું છે અને તમને ગળે લગાડવા માંગુ છું. જ્યારે પણ તમને અનુકૂળ હોય ત્યારે પ્લીઝ મને જણાવશો. સત્ય એ છે કે મેં હંમેશા તમારું રિસ્પકેટ કરી છે. જેના પર વાનખેડેએ જવાબ આપ્યો કે, બિલકુલ ડિયર, આ બધું પૂરું થયા પછી મળીએ. તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં લાંચ લેવાના આરોપોથી ઘેરાયેલા છે. સીબીઆઈ દ્વારા તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

25 કરોડની લાંચ માંગણી કરી હતી
તમને જણાવી દઈએ કે, પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 3 ઓક્ટોબર 2021ના રોજ ગોવા જઈ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં આરોપી ન બનાવવાનો 25 કરોડની લાંચ માંગણી કરી હોવાની વિગતો સામે આવી છે. જે મામલે સીબીઆઈએ તાજેતરમાં વાનખેડે અને અન્ય ચાર સામે એફઆઈઆર નોંધી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ