બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Salangpur Controversy Sadhu-Santo V/S Swami Anta Dhee Homayo, What Updates About Chandrayaan-3, This Channel Bought The Media Rights Of Cricket

2 મિનિટ 12 ખબર / સાળંગપુર વિવાદ સાધુ-સંતો V/S સ્વામી આવતા ધી હોમાયું, ચંદ્રયાન-3 અંગે શું અપડેટ, ક્રિકેટના મીડિયા રાઈટ્સ આ ચેનલે ખરીદ્યા

Vishal Khamar

Last Updated: 07:20 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: સાળંગપુરમાં હનુમાનજીનાં ચિત્રને લઈને ઉભા થયેલ વિવાદ બાબતે સ્વામીનારાયણ સંપ્રદાયનાં સ્વામીનું નિવેદન સામે આવ્યું છે તો બીજી તરફ વડાપ્રધાન આગામી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે.

 ભારતીય હવામાન વિભાગ (IMD) એ 2 સપ્ટેમ્બરથી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2-3 દિવસ દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુઓ અને અત્યંત દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. બીજી તરફ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. જોકે, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિનો કોરો ગયા બાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

સાળંગુપર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્યપ્રતિમાની નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ભીંતચિત્રો હટાવવાની ઉગ્ર માંગણી કરી છે. ત્યારે હવે આ ભીંતચિત્રોને લઈને સાળંગપુર, કુંડળ, વડતાલ, પોચા, રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા મોકલવામાં આવી છે. 

બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 

સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મુદ્દે સ્વામીનારાયણ સંપ્રદાયનાં નૌતમ સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નૌતમ સ્વામીએ જણાવ્યું છે કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજને વડતાલ સંસ્થા દ્વારા જે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.  મોટી મૂર્તિ હનુમાનજીની ત્યાં સ્થાપવામાં આવી છે. તેમજ સંપ્રદાયનાં સ્વામિનારાયણ ભગવાનનાં એશ્વર્યને પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.  સ્વામીનારાયણ ભગવાન છે. ત્યારે આ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચાઓ કરવી હોય તો પણ કરી શકે છે.  આપણા સંપ્રદાયમાં ક્યારેય કોઈ ભગવાન અને ભગવાનનાં અવતારો એનું ક્યારેય કોઈ દિવસ અપમાન કરવાનો પણ હેતુ હોતો નથી છે નહી અને હતો પણ નહી. 

આ બાબતે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પણ કાર્યક્રમમાં ઘણું બધું કહેતો આવું છું.  કેટલાક લોકોએ આપણા સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાની કોશિષ કરી છે.  આખી દુનિયામાં ઘણા બધા મહાન સંતો થઈ ગયા તેમને પણ વંદન છે.  કહેવાનો અર્થએ છે કે હવે આપણે જાગવું પડશે. ચિત્ત ચિત્રોને હટાવવા પડશે માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કંઈ થવાનું નથી. હનુમાનજી શિવનું જ એક રૂપ છે. ધર્મ માટે આપણે ક્યાંય નહી કરીએ.  આપણને કોઈ નહી બચાવી શકે. આપણા છોકરા મોજ કરે, વેબ સીરીઝો જોવે, ડ્રગ્સ લે. અને બીજા બધા ધર્મને મજબૂત બનાવતા જાય છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કાર્યરત ૧૦ કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. ૦૨.૦૯. ૨૦૨૩થી કરાશે.આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા.૦૫.૦૯. ૨૦૨૩થી ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં ૩૨૦ ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટમાંથી કુલ ૯૧ નમુનાઓ લેવાયા છે અને તે પૈકી ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપી અંદાજીત રૂ.૩૮૯.૧૭ લાખની કિંમતનો જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય થવાનું છે. આ યોજનામાં ૧૮ પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી રૂ. ત્રણ લાખ સુધીની લોન આપવાનું આયોજન છે. 

રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યા છે. આ દરમિયાન લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પરથી રોવર પ્રજ્ઞાનનો એક ફની વીડિયો પણ ઈસરોને મોકલ્યો છે. આ વીડિયોમાં રોવર સુરક્ષિત માર્ગની શોધમાં 360 ડિગ્રી પર ફરતું જોવા મળે છે, જેનાથી એવું લાગે છે કે તે ચંદ્રની સપાટી પર ડાન્સ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર 'એક દેશ-એક ચૂંટણી' પર બિલ લાવી શકે છે.દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ની ચર્ચા ચાલી રહી છે. દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેનું સમર્થન કર્યું છે. ચૂંટણી પંચ, નીતિ આયોગ, કાયદા પંચ અને બંધારણ સમીક્ષા પંચે આ મુદ્દે ચર્ચા કરી છે. જો કે અમુક રાજકીય પક્ષો જ તેની તરફેણમાં છે. મોટાભાગના રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. જો કે આમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીનો સમાવેશ કરવાની કોઈ વાત નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIની તરફથી ભારતીય ક્રિકેટ ટીમની ઘરેલૂ મેચોનાં પ્રસારણ અધિકાર માટે કરવામાં આવેલી ઈ-નીલામીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાનાં ઘરે એટલે કે આપણાં દેશમાં થનારી તમામ મેચોનાં ટીવી અને ડિજિટલ પ્રસારણનાં તમામ અધિકારો વાયાકૉમ 18ને મળ્યાં છે. આ કરારની શરૂઆત ભારતમાં થનારી ICC વનડે વર્લ્ડકપથી પહેલાં ઑસ્ટ્રેલિયાની સામે થનારી સીરીઝથી થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ