બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Sachin Pilot gave a 15-day ultimatum to the Congress high command

રાજસ્થાનમાં "રાજ"નીતિ / રાજસ્થાનમાં સંકટ વધ્યું... સચિન પાયલટે કોંગ્રેસ હાઈકમાન્ડને આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ, માંગ નહીં સંતોષાય તો કરશે આ કામ

Priyakant

Last Updated: 10:18 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Political Crisis News: રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય નિવેદનો અને આંતરિક મતભેદો જગજાહેર, પડતર માંગણીઓ પર કાર્યવાહી કરવા 15 દિવસનું અલ્ટીમેટમ

  • કર્ણાટકમાં કોંગ્રેસની જીત વચ્ચે રાજસ્થાન કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર 
  • સચિન પાયલટે મુખ્યમંત્રી ગેહલોત અને પાર્ટી હાઇકમાન્ડને 30 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું
  • માંગણીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી સમગ્ર રાજસ્થાનમાં મોટું આંદોલન 

કર્ણાટકમાં કોંગ્રેસની જીત વચ્ચે હવે રાજસ્થાન કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા કેટલાય સમયથી સચિન પાયલોટ ચર્ચામાં રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડને 30 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. સચિન પાયલટે હુંકાર ભર્યો છે કે, જો તેમની માંગણીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી તેઓ સમગ્ર રાજસ્થાનમાં એક મોટું આંદોલન કરશે. હવે તમને થશે કે એવું તે શું થયું કે સચિન પાયલટ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. તો આવી જાણીએ સમગ્ર મામલો. 

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય નિવેદનો અને આંતરિક મતભેદો એ જગજાહેર છે. આ તરફ તાજેતરમાં જ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત થતાં પક્ષને થોડીક રાહત મળીને ત્યાં હવે રાજસ્થાનથી કોંગ્રેસ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સચિન પાયલટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને 15 દિવસનો સમય આપ્યો છે.  સચિન પાયલોટે સ્પષ્ટ કર્યું છે કે, હાઈકમાન્ડે મે મહિનાના અંત પહેલા નિર્ણય લેવો જોઈએ. 

File Photo 

કોંગ્રેસ નેતા સચિન પાયલટે સીધું કંઈ કહ્યું ન હતું. પાયલોટ દ્વારા કરવામાં આવેલી માંગણીઓ અનુસાર વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિશન બને, રાજસ્થાન સેવા પસંદગી આયોગ જેના પેપર લીક થયા છે, તે કમિશનની પુનઃરચના થવી જોઈએ અને પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને થયેલા નુકસાનની ભરપાઈ થવી જોઈએ તેવી માંગ હોઇ શકે છે. 

જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનના એંધાણ 
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે સચિન પાયલટ રાજસ્થાનમાં પોતાની જ સરકાર વિરુદ્ધ જ આંદોલનના એંધાણ વર્તાવી રહ્યા છે. મહત્વનું છે કે, સચિન પાયલોટની પદયાત્રાના અંતિમ દિવસે ભારે ભીડ જામી હતી. આ ભીડના ઉત્સાહમાં પાયલોટના સમર્થકોએ કોંગ્રેસ વતી તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી હતી. પરંતુ પાઇલોટ્સ તેમની વ્યૂહરચનાથી હટ્યા ન હતા. ગેહલોત સરકાર અને પાર્ટી હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપતા પાયલોટે કહ્યું કે, જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે સમગ્ર રાજ્યમાં મોટું આંદોલન કરશે.

તો શું ગેહલોતના મંત્રીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર પુરાવા ? 
કોંગ્રેસ નેતા સચિન પાયલટ સતત વસુંધરા સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા હતા. આ તરફ હવે સચિન પાયલટના સમર્થકોએ અશોક ગેહલોત અને તેમના નજીકના મંત્રીઓ પર કરોડોના ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવ્યો હોવાનું પણ અનેક મીડિયા અહેવાલોમાં ચર્ચાઇ રહ્યું છે. અશોક ગેહલોતની સરકારમાં મંત્રી રહેલા રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે, રાજસ્થાન સરકારે ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી દીધી છે. તેમની પાસે પુરાવા છે કે, ગેહલોતે ભાજપના ધારાસભ્યોને ખરીદવા માટે 20-20 કરોડ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ