બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Robbery of Rs 5.50 lakh from a businessman near Nehrunagar Ahmedabad

ધોળાદિવસે લૂંટ / 'તમે અકસ્માત કર્યો છે' કહીને નહેરૂનગર ખાતે વેપારી સરેઆમ લૂંટાયો, રૂ. 5.50 લાખ લઇ ગઠિયાઓ રફુચક્કર

Malay

Last Updated: 03:35 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના નહેરુનગર નજીક ધોળાદિવસે વેપારીની કાર આંતરીને ગઠીયાઓએ ચલાવી સાડા પાંચ લાખ રૂપિયાની લૂંટ, સેટેલાઇટ પોલીસે ગુનો દાખલ કરીને શરૂ કરી તપાસ.

  • આંગડિયા પેઢીના કર્મચારીઓે ટાર્ગેટ કરતી ટોળકી સક્રિય
  • વેપારીને કારને આંતરીને 5.50 લાખ રૂપિયાની ચલાવી લૂંટ
  • વેપારીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Ahmedabad News: આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇને નીકળનાર વેપારી તેમજ કર્મચારીને ટાર્ગેટ કરતી ટોળકી શહેરમાં સક્રિય થઇ છે. અકસ્માત કર્યો છે તેમ કહીને રૂપિયા લઇને નીકળનાર વ્યક્તિને ગઠિયાઓ આંતરે છે અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. ગઈકાલે નહેરુનગર સર્કલ નજીક આવેલા માણેકબાગ પાસે એક વેપારીની કારને આંતરીને ગઠીયા 5.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. ગઠીયો કારનો સતત પીછો કરી રહ્યો હતો અને તેણે ચાલુ રસ્તા પર કારના કાચ ખખડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

પોલીસના સ્વાંગમાં ચોરી અને લૂંટ કરતી ગેંગનું વધુ એક કરતૂત, ATM કાર્ડ અને  પિન લઈને ચલાવી લૂંટ | Ahmedabad Police Theft and robery

પી.જિતેન્દ્ર આંગડિયા પેઢીમાં લેવા ગયા હતા રૂપિયા
આંબાવાડી વિસ્તારમાં આવેલા રુક્ષ્મણી વલ્લભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દેવેશભાઇ શાહે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 5.50 લાખની લૂંટની ફરિયાદ કરી છે. દેવેશભાઇ પીરાણા રોડ પર આવેલા ઓડ ગામમાં કેમિકલ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી ધરાવી ધંધો કરે છે. ગઇકાલે કંપનીમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ હોવાના કારણે ફેક્ટરીમાં રજા હતી. જેના કારણે દેવેશભાઇ પોતાના ઘરે હતા. સાંજે ચાર વાગ્યાની આસપાસ દેવેશભાઇના વેપારી મિત્ર કિષ્ણકાન્તભાઇને મુંબઇથી ફોન આવ્યો હતો. જેમાં તેણે ધંધાના પાંચ લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે મોકલાવ્યા હોવાનું કહ્યું હતું. દેવેશભાઇ સીજી રોડ પર આવેલી પી.જિતેન્દ્ર આંગડિયા પેઢીમાં રૂપિયા લેવા માટે ગયા હતા.

એક્ટિવા પર આવેલા બે શખ્સે કારને આંતરી 
દેવેશભાઇ રૂપિયા ભરેલી બેગ કારમાં મૂકીને ઘર તરફ જતા હતા ત્યારે પાંજરાપોળ ચાર રસ્તા પાસે નંબર પ્લેટ વગરનું એક્ટિવા લઇને એક યુવક આવ્યો હતો. જેણે હેલ્મેટ પહેરી હતી. યુવકે દેવેશભાઇની કારનો કાચ ખખડાવ્યો હતો પરંતુ કોઇ ઘટના બને તેવી બીકથી દેવેશભાઇએ કાચ ખોલ્યો નહીં. ત્યાર બાદ સહજાનંદ કોલેજ પાસે તે જ એક્ટિવાચાલકે ફરીથી કાચ ખખડાવ્યો હતો. જોકે તે સમયે પણ દેવેશભાઇએ કાચ ખોલ્યો નહીં. ત્રણ વખત અલગ અલગ જગ્યા પર કાચ ખખડાવ્યા બાદ દેવેશભાઇને દાળમાં કાંઇક કાળું હોય તેવું લાગ્યું હતું. જેથી તેમણે પોતાની કાર ભગાવી હતી અને ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાનમાં માણેકબાગથી તપોવન સર્કલ તરફ જવાના સર્વિસ રોડ પર દેવેશભાઇએ તેમની કાર લીધી હતી તે સમયે એક્ટિવા પર બે શખ્સ આવ્યા હતા. જેમણે કારને આંતરી લીધી હતી. દેવેશભાઇ કાર લોક કરીને નીચે ઊતર્યા ત્યારે બંને શખ્સ કહેવા લાગ્યા હતા કે તમે અકસ્માત કરીને જતા રહ્યા છો મને પગમાં ઇજા થઇ છે. 

અકસ્માતના બહાને લૂંટ કરવાનો અમદાવાદમાં ટ્રેન્ડ.! માણેકબાગમાં ફેકટરી માલિક  5.40 લાખમાં લૂંટાયો, ગેંગ સક્રિય | ahmedabad crime news A factory owner in  Manekbagh was ...

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
બંને શખ્સ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે દેવેશભાઇનો પીછો કરી રહેલો યુવક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. યુવક કારના આંટાફેરા કરી રહ્યો હતો ત્યારે દેવેશભાઇ કાર પાસે પહોંચી ગયા હતા. યુવકે કારનો કાચ તોડીને તેમાં રહેલી બેગ કાઢી લીધી હતી. બેગમાં પાંચ લાખ રૂપિયા આંગડિયા પેઢીમાંથી લીધેલા હતા. તે અને બીજા ૫૦ હજાર રૂપિયા હતા. દેવેશભાઇએ બેગ યુવકના હાથમાંથી લઇ લીધી હતી પણ તે યુવક બળજબરીપૂર્વક બેગ લૂંટીને નાસી ગયા હતા. દેવેશભાઇએ ત્રણેય શખ્સનો પીછો કર્યો હતો પરંતુ તે ધૂમ સ્ટાઇલથી નાસી ગયા હતા. દેવેશભાઇએ આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સેટેલાઇટ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ