બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / Rivers full of water, dam gates opened, farmers rejoice: heavy rains in Saurashtra, see where it is now

મેઘમહેર / નદીઓમાં ઘોડાપૂર, ખોલવા પડ્યા ડેમના દરવાજા, ખેડૂતોમાં આનંદો: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, જુઓ ક્યાં કેવા હાલ

Vishal Khamar

Last Updated: 04:17 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ મેઘરાજા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મનમુકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા પાંચ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં જૂનાગઢ, અમરેલીડ, ડાંગ, વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

  • વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ જાહેર
  • જૂનાગઢ,અમરેલી,ડાંગ,વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ જાહેર
  • ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,સુરત અને તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર
  • પાંચેય જિલ્લામાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

અમરેલી ખત્રીવાડાની રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીઓમાં ઘોડાપુરનાં કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગામ સંપર્ક વિહોણું બનતા મૃતદેહ રઝળ્યો હતો. સ્મશાન યાત્રા ખેતરોમાંથી પસાર થઈ ટીંબી લઈ જવાઈ હતી. ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નદી-નાળાઓ છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

આજે ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા 
ગીર ગઢડાનાં રાવલ ડેમનાં વધુ બે દરવાજા ખોલાયા છે. ગઈ કાલે પણ ડેમનાં બે દરવાજા ખોલાયા હતા. આજે ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા છે. ત્યારે ડેમમાં પ્રતિ સેકન્ડ પ્રવાહ 4344 ક્યુસેક વહી રહ્યો છે. 

ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લાના બિલા, સરેરા, અને શાંતિનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરત વરસાદના લીધે માલણ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  મહત્વનું છે કે જેસર પંથક માટે માલણ નદી જીવાદોરી સમાન છે.


ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,સુરત અને તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર
વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચેય જીલ્લામાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

સાવરકુંડલાના બાઢડા નજીકના ત્રિવેણી સંગમ ડેમમાં પડ્યું ગાબડું
સાવરકુંડલાનાં બાઢડા નજીકનાં ત્રિવેણી સંગમ ડેમમાં ગાબડું પડ્યું હતું. ડેમમાં ગાબડું પડતા 10 ગામો માટે આશીર્વાદરૂપ ત્રિવેણી સંગમનાં ચેકડેમમાં ગાબડું પડ્યું હતું. ડેમની સાઈડમાંથી ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. બાઢડા, જાબાળ, સુરજવડી સહિતનાં ગામનાં ખેડૂતોને મુશ્કેલી પડશે. ત્રિવેણી સંગમ ડેમનાં પાણી જાબાળ ગામમાં ધુસ્યા હતા. ડેમ જર્જરિત હોવા છતાં તંત્રએ સમારકાર ન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે.  વારંવાર રજૂઆતો છતાં તંત્રએ કોઈ કામગીરી ન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે.

માળીયાહાટીનાની જીવાદોરી સમાન ગણાય છે ભાખરવડ ડેમ
જૂનાગઢ જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ છલકાયો હતો. ઉપવરાસમાં ભારે વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક થવા પામી છે. ભાખરવડ ડેમ માળીયાહાટીનાની જીવાદોરી સમાન ગણાય છે. 

કણજર ગામમાં બાગાયતી પાકોને નુકશાનની ભીતિ
જૂનાગઢમાં અતિભારે વરસાદથી મોટું નુકશાન થયું છે. કણજર ગામમાં બાગાયતી પાકોને નુકશાનની ભીતી છે. ખેડૂતનાં કેરી અને ફ્રુટનાં બાગમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ઓઝત નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ઓઝત નદીનું પાણી ખેતરોમાં ઘુસી જતા કેરીનાં બાગને નુકશાન થવા પામ્યું હતું. 

જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી હાલાકી 
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરનાં રેલ્વે અન્ડર પાસમાં પાણી ભરાયા છે. જોષીપરા, આદિત્ય નગર, આંબાવાડી, ઝાંઝમેર તરફ જવાનો રસ્તો બંધ છે. ત્યારે વરસાદનાં કારણે મનપાએ બેરિકેટ મુકી રસ્તો બંધ કર્યો છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ