બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Riverfront' Spotters Complex will now be public

GOOD NEWS / સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા ત્રણ સ્પોટર્સ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠીયા સમાન, હવે લોકોપયોગી બનાવવાનું કામ શરૂ

Dinesh

Last Updated: 07:24 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્રણથી છ મહિનામાં લોકોપયોગી થશે

  • રિવરફ્રન્ટના સ્પોટર્સ કોમ્પ્લેક્સ હવે લોકોપયોગી થશે
  • મ્યુનિ. તિજોરીમાંથી રૂ. 25.66 કરોડથી વધુ ખર્ચાયા
  • મહત્તમ ઓફર આપનાર કંપનીને કોન્ટ્રાક્ટ અપાશે

સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયાં છે, જોકે એક અથવા બીજા કારણસર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકોપયોગી બની શક્યાં નથી, જોકે હવે તે દિશામાં તંત્રે હિલચાલ આરંભી હોઈ આગામી ત્રણથી છ મહિનામાં લોકો તેનો લાભ લઈ શકશે તેવું ચિત્ર ઊપસ્યું છે. તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ વચ્ચે એનઆઇડીના પાછળના ભાગે અને પૂર્વ કાંઠે દધીચિબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચે શાહપુરના પાછળના ભાગમાં અપર પ્રોમિનોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયું છે. આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રીડાપ્રેમી યુવાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરાયું છે.

ચાર ક્રિકેટ પીચ, બે ટેનિસ કોર્ટ છે
પશ્ચિમ કાંઠાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરીએ તો એનઆઇડી પાછળના ભાગે 45 હજાર ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જગ્યામાં મલ્ટિપલ સ્પોર્ટ્સની જોગવાઈ કરાઈ છે, જેમાં ચાર ક્રિકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ, ચાર મલ્ટીપલ સ્પોટર્સ કોર્ટ, સ્કેટિંગ રિંગ, સ્કેટ બોર્ડ, 800 મીટર જોગિંગ ટ્રેક, ઈન્ટર્નલ રોડ તથા પાર્કિંગ, એડમિનિસ્ટ્રશન બિલ્ડિંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્વ કોંઠે શાહપુરના પાછળના ભાગે આઠ હજાર ચોરસમીટર જમીનમાં મલ્ટિપલ સ્પોટર્સની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં ચાર ક્રિકેટ પીચ, બે ટેનિસ કોર્ટ, 320 જોગિંગ ટ્રેક , ઇન્ટર્નલ રોડ, પાર્કિંગ, એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ, યુટિલિટી બિલ્ડિંગમાં ટોઇલેટ બ્લોકનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના કારણે આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણમાં મહિનાઓનો વિલંબ થઈ ચૂક્યો છે. 

મ્યુનિ. તિજોરીમાંથી રૂ. 25.66 કરોડથી વધુ ખર્ચાયા
પૂર્વ કાંઠાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહેલાં બનીને તૈયાર થવાનું હતું. આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. 25.66 કરોડથી વધુ ખર્ચાયા છે. તાજેતરમાં યોજાયેલી નેશનલ ગેમ્સ દરમિયાન કેટલીક રમતોના આયોજન માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપયોગમાં લેવાયાં હતાં, પરંતુ તેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની દિશામાં હિલચાલ પલ આરંભાઈ ચૂકી છે. સત્તાવાળાઓ દ્વારા પશ્ચિમ બે અને પૂર્વ એમ બંને કાંઠાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની રિક્વેસ્ટ ઓફ પ્રપ્રોઝલને આજે બહાર પડાઈ છે, જેના કારણે આગામી ત્રણથી છ મહિનામાં બંને સ્પોટર્સ કોમ્પલેક્સ યુવાઓને ઉપયોગી થઈ જશે તેવી ચર્ચા ઉઠી છે.

મહત્તમ ઓફર આપનાર કંપનીને કોન્ટ્રાક્ટ અપાશે
તંત્રના આરએફપી હેઠળ જે તે કંપનીઓ પાસેથી ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની ઓફર મંગાવવામાં આવશે, જેમાં જે કંપનીની ઓફર સૌથી વધુ હશે તેને મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રાક્ટ અપાશે.

‘ફિટ અમદાવાદ'નો સંકલ્પ સાકાર થશે
મ્યુનિસિપલ તંત્ર દ્વારા અમદાવાદનીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટેના અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાઓને વિવિધ ક્રીડાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે સારું નવાં જિમનેશિયમ, સ્વિમિંગપૂલ વગેરે બનાવાઈ રહ્યાં છે. તંત્રે ફિટ અમદાવાદનો સંકલ્પ જાહેર કર્યો છે, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી વધુ સાકાર થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ