બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Resignation of 15 members of Rajkot Nagar Primary Education Committee

રાજકારણ / રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોના રાજીનામા, કમલેશ મિરાણીએ કહ્યું- ભાજપમાં ક્યારેય વિવાદ હોતો નથી

Malay

Last Updated: 01:30 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ હોદ્દેદારોના રાજીનામા, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ કહ્યું, પાર્ટીના આદેશ બાદ નવી કમિટીની રચના કરાશે.

 

  • રાજકોટના રાજકારણના મોટા સમાચાર
  • શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામા
  • ચેરમેન સહિત તમામ હોદ્દેદારોના રાજીનામા

રાજકોટના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામા લેવાયા છે. જેથી હવે ટુંક સમયમાં નવી સમિતિ બનશે. જોકે, રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ આંતરિક વિખવાદનો ઇનકાર કરી દીધો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ આજે એકા એક રાજીનામા લઈ લેવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યના રાજીનામા
આજે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત 15 સભ્યોએ રાજીનામાં આપ્યા છે. 

પક્ષનો નિર્ણય સમિતિના તમામ સભ્યોએ માન્ય રાખ્યોઃ કમલેશ મિરાણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામા બાદ રાજકોટ ભાજપ શહેર પ્રમખ કમલેશ મિરાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપમાં ક્યારેય વિવાદ હોતો નથી. પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય લીધો છે અને પક્ષનો નિર્ણય સમિતિના તમામ સભ્યોએ માન્ય રાખ્યો છે. તેમણે જણાવ્યું છે કે, અમારા માટે બધા જ કાર્યકર્તાઓ મહત્વના હોય છે. હવે પાર્ટીના આદેશ બાદ નવી કમિટીની રચના કરવામાં આવશે.

ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ હતી બેઠક
ઉલ્લેખનીય છે કે, 17 એપ્રિલે એટલે કે ગઈકાલે પ્રદેશ કાર્યાલય કમલમમાંથી રાજકોટ શિક્ષણ સમિતિના તમામ સભ્યોને તેડું આવ્યું હતું. ગાંધીનગરના પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શિક્ષણ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ આજે તમામ સભ્યોએ રાજીનામા આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ