બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Residents' protest against not being allotted housing by ruda

રાજકોટ / ક્યારે મળશે ઘરનું ઘર ? RUDAની ઢીલી નીતિ સામે રહીશો ઉતરી આવ્યા રસ્તા પર, 2017માં કરાયો હતો ડ્રો

Khyati

Last Updated: 03:04 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં RUDAના આવાસનીવ સોંપણી ન થતા રહીશોમાં ભારોભાર રોષ, RUDA કચેરી જઇને નોંધાવ્યો વિરોધ

  • RUDAના આવાસની સોંપણી ન થતા સ્થાનિકોનો વિરોધ
  • મુંજકામાં 2017માં 784 આવાસનો કરાયો હતો ડ્રો
  • 4 વર્ષ બાદ પણ આવાસ ન સોંપાતા સ્થાનિકો રોષે 

ઘરનું ઘર કોણ ન ઇચ્છે. ત્યારે સરકારે પણ લોકોને ઘરનું ઘર અપાવવા માટે આવાસ યોજનાનો પ્રારંભ કર્યો છે.લોકોએ નાણા પણ ભર્યા અને ઘણાએ તો વ્યાજ પણ ચૂકવ્યુ છતાં ઘરનુ ઘર ન મળે તો ?  આવુ જ જોવા મળ્યુ રાજકોટમાં.  રાજકોટમાં RUDAના આવાસનો ડ્રો કરવામાં આવ્યો . 4 વર્ષ બાદ પણ રહીશોને પોતાનું ઘર ન મળતા વિરોધે ચઢ્યા. 

RUDAની ઢીલી નીતિ સામે સ્થાનિકો રોષે 

રાજકોટમાં RUDAના આવાસની સોંપણી ન થતા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંજકા ખાતે છેલ્લા ઘણા સમયથી RUDA દ્વારા આવાસની સોંપણી કરવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાયો. તેઓનું કહેવુ છે કે ડ્રો કરવા સમયે 15 મહિનામાં આવાસ સોંપવાની બાંહેધરી આપવામાં આવી હતી જે વાતને પણ 4 વર્ષ થઇ ગયા તેમ છતાં હજી સુધી આવાસની સોંપણી કરવામાં આવી નથી.   રૂડાની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષની લાગણી ફરી વળી હતી. 

"12ટકા પેનલ્ટી વસૂલી છતાં આવાસ ફાળવણી માટે ધક્કા ખાવા પડે "

મહત્વનું છે કે મુંજકામાં 2017માં 784 આવાસનો ડ્રો કરાયો હતો. વર્ષ 2017થી અત્યાર સુધી એટલે કે 5 વર્ષ થવા આવ્યા. હવે તો વિધાનસભાની ચૂંટણી પણ આવશે પરંતુ રહીશોને હજી સુધી આવાસની ફાળવણી કરાઇ નથી. જેને લઇને રહીશોએ રૂડા કચેરી ખાતે જઇને વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે રહીશોએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે 2017માં આવાસ ફાળવવામાં આવ્યા. 2019 સુધીમાં અમે હપ્તા પણ ભરી લીધા. વળી હપ્તા ભરવામાં મોડુ થાય તો 12 ટકા સુધી પેનલ્ટી પણ વસૂલી છે તેમ છતાં આજ દિન સુધી આવાસની સોંપણી કરાઇ નથી. આ અંગે અમે અવારનવાર રજૂઆતો કરી. તેઓએ જે પણ ડોક્યુમેન્ટ્સ માગ્યા તે તમામ આપી દીધા . આવાસના 5.50 લાખ ભરવા છતાં પણ અમારે આવાસ મેળવવા કચેરીઓના ધક્કા ખાવા પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ