બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Reserve 1 percent land for parking in TP scheme: Gujarat govt's big order

સૂચના / TP સ્કીમમાં પાર્કિંગ માટે રિઝર્વ રાખો 1 ટકા જમીન: ગુજરાત સરકારનો મોટો આદેશ

Malay

Last Updated: 02:23 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના શહેરો અને નગરોમાં પાર્કિંગની વિકટ સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવાનો આદેશ આપવામાં આવી છે.

  • ગુજરાતના શહેરો અને નગરોમાં પાર્કિંગની વિકટ સમસ્યા
  • TP સ્કીમમાં 1% જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવાનો આદેશ 
  • પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવી ફરજિયાત

ગુજરાતના શહેરો અને નગરોમાં પાર્કિંગની વિકટ સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકારે અહીંની તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. 

રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું
સરકારે તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત બનાવી છે,  પછી ભલે તે રહેણાંક હોય કે કોમર્શિયલ. તેનું પાલન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.  જેના પરિણામે તમામ શહેરો અને નગરો પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

રાજ્યમાં મોટાભાગની સ્કીમો છે અમદાવાદમાં 
રાજ્યએ 843 ટીપી સ્કીમોની ઓળખ કરી છે અને મોટાભાગની સ્કીમો અમદાવાદમાં છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને AUDA બંને સહિત અમદાવાદમાં લગભગ 364 TP સ્કીમ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'અમે જોઈશું કે આ સ્કીમમાં આવનારી બિલ્ડીંગમાં પર્યાપ્ત પાર્કિંગની સુવિધા છે કે નહીં.'

સુરતમાં વાહનોની ગીચતા સૌથી વધુ 
વાહનની ગીચતા અને ઉપલબ્ધ પાર્કિંગની જગ્યાને જોતાં શહેરો મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં રાજ્યમાં વાહનોની ગીચતામાં 73.5 ટકાનો વધારો થયો છે તેના પરથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. વાહનોની સંખ્યા પણ ગયા વર્ષે 3.10 કરોડને સ્પર્શી ગઈ હતી, જે 2001માં 0.56 લાખ હતી. સુરતમાં વાહનોની સૌથી વધુ ગીચતા છે.

ફૂટપાથ પર પાર્ક થાય છે હજારોની સંખ્યામાં વાહનો 
અમદાવાદમાં સ્માર્ટ સિટી પાર્કિંગ સમસ્યાનો પ્રશ્ન વિકટ બન્યો છે. પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઇ રહ્યાં છે. વાહનચાલકો મનફાવે તેમ વાહન પાર્કિંગ કરી રહ્યાં છે. પાર્કિંગ વ્યવસ્થાના અભાવે મનફાવે ત્યાં વાહન પાર્કિંગ કરવા મજબૂર બન્યા છે. શહેરીજનો ફુટપાથ પર હજારોની સંખ્યામાં વાહન પાર્ક કરી રહ્યાં છે. રહેણાંક વિસ્તારમાં બહારથી આવતા પ્રવાસીઓ પણ રોડ પર પાર્કિંગ કરી રહ્યાં છે. સોસાયટીના માર્ગો પર વાહન ચાલકોએ સ્વેચ્છાએ પાર્કિંગ પોઇન્ટ બનાવી દીધા છે. એ હિસાબે પાર્કિંગ એક ખૂબ મોટી સમસ્યા તરીકે જોવા મળી રહી છે. 

અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા, રસ્તાઓ પર મન ફાવે ત્યાં વાહનો, નો  પાર્કિંગ ઝોનની ઐસીતૈસી | parking emerges as a huge problem in ahmedaabad

નો પાર્કિંગના બોર્ડની અવગણના 
અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનના બોર્ડ છતાં બેફામ વાહન પાર્કિંગ થઇ રહ્યાં છે. સામે એ પણ સાચી સમસ્યા છે કે પાર્કિંગની એવી સારી કોઈ વ્યવસ્થા જ નથી તો મજબૂર વાહન ચાલકો બીજું કરે પણ શું? મોટી સમસ્યા એ પણ છે કે લોકો પોતાના મોટાં મોટાં વાહનો રસ્તા પર પાર્ક કરી દે છે જેના કારણે અડધા રસ્તા બ્લોક થઈ જતાં હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ