બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / republic day 26 january know about constitution of india interesting facts bharat samvidhan

જાણવા જેવું / 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે ગણતંત્ર દિવસ? જાણો સંવિધાન સાથે જોડાયેલ રોચક વાતો

Manisha Jogi

Last Updated: 02:11 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ શા માટે ઊજવવામાં આવે છે, તે અંગે અહીંયા કેટલાક રોચક તથ્યો જણાવવામાં આવે છે.

  • 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઊજવણી
  • ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું
  • આ વર્ષે 75માં ગણતંત્ર દિવસની ઊજવણી

દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે દેશ 75માં ગણતંત્ર દિવસની ઊજવણી કરશે. આ ખાસ અવસરે ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ શા માટે ઊજવવામાં આવે છે, તે અંગે અહીંયા કેટલાક રોચક તથ્યો જણાવવામાં આવે છે. 

ગણતંત્ર દિવસની ઊજવણી
ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું અને ભારત એક લોકતાંત્રિક તથા સંવૈધાનિક દેશ બની ગયો. આ કારણોસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. દેશ આઝાદ થયા પછી 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સંભાએ સંવિધાન અપનાવ્યું હતું. વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે માટે એક સંવિધાન સભાનું ગઠન કરવામાં આવ્યં હતું અને 26 જાન્યુઆરી 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું, સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 નારોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 

26 જાન્યુઆરી સંવિધાન શા માટે લાગુ થયું?
26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું, અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતમાં પૂર્ણ સ્વરાજ જાહેરાત કરી હતી. 20 વર્ષ પછી તે જ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 

સંવિધાન લાગુ કરવામાં આટલા દિવસ લાગ્યા હતા
ભારતીય સંવિધાન હાથથી લખવામાં આવ્યું હતું, જે હજુ સુધી સંસદની લાઈબ્રેરીમાં સુરક્ષિત છે. આ સંવિધાન તૈયાર કરવામાં બે વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી હાથથી લખેલ સંવિધાન માનવામાં આવે છે. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાનની બે હસ્તલિખિત કોપી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના બે દિવસ પછી 26 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. ભારતીય સંવિધાનની આ કોપીઓ હાથથી હિંદી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે.

વધુ વાંચો: શું તમે જાણો છો? મરણોપરાંત 'ભારત રત્ન' મળવાથી પરિવારને મળે છે આ વિશેષ સુવિધા

રોચક તથ્ય

  • 1949: સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતનું સંવિધાન સુપૂર્દ કરવામાં આવ્યું. આ દિવસે ભારતનું સંવિધાન બનીને તૈયાર થઈ ગયું હતું. 
  • 1950: ભારતને એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો અને ભારતનું સંવિધાન લાગુ થયું. 
  • 1929: ડિસેમ્બર મહિનામાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું. પંડિત જવાહરલાલ નહેરૂએ આ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.
  • 26 જાન્યુઆરી 1930: કોંગ્રેસે આ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી.
  • 26 જાન્યુઆરી 1930: ભારતે સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવ્યો. 1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધી 26 જાન્યુઆરીની સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવણી કરવામાં આવી. ત્યારપછી દેશ આઝાદ થયો અને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી. સંવિધાન 26 નવેમ્બર 1949 સુધીમાં તૈયાર થઈ ગયું હતું. સંવિધાન સભાએ સંવિધાન નિર્માણ સમયે કુલ 114 દિવસ સુધી બેઠક કરી હતી. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ