બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ભારત / karpoori thakur bharat ratna award pm modi announced which facilities family members

જાણવા જેવું / શું તમે જાણો છો? મરણોપરાંત 'ભારત રત્ન' મળવાથી પરિવારને મળે છે આ વિશેષ સુવિધા

Manisha Jogi

Last Updated: 01:25 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે જાહેરાત કરી છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. મરણોપરાંત ભારત રત્નથી પરિવારને શું સુવિધા આપવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે
  • પરિવારને શું સુવિધા આપવામાં આવે છે?
  • ભારત રત્ન કોને આપવામાં આવે છે?

ભારત સરકારે જાહેરાત કરી છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. બિહારની રાજનીતિમાં કર્પૂરી ઠાકુરને જનનાયકનો દરજ્જો આપવામાં આવ્યો છે. જનનાયક કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ મૃત્યુ થયું હતું. મરણોપરાંત ભારત રત્નથી પરિવારને શું સુવિધા આપવામાં આવે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

કોણ છે કર્પૂરી ઠાકુર?
ભારત સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ઘણા સમયથી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી રહી હતી. બિહારમાં ‘ગરીબોના ઠાકુર’ નામથી પ્રખ્યાત કર્પૂરી ઠાકુરે પછાત વર્ગના લોકોને મુખ્યધારામાં લાવવાનું કામ કર્યું હતું. આજે કર્પૂરી ઠાકુરની જયંતિ છે. 

ભારત રત્ન કોને આપવામાં આવે છે?
જે લોકોએ દેશમાં કોઈપણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હોય તેમને આ સમ્માન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું હોય તેમને આ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવે છે. 2 જાન્યુઆરી 1954ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ભારત રત્ન આપવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા સી.રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સીવી રમનને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તે સમયે માત્ર જીવિત વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવતો હતો. એક વર્ષમાં માત્ર ત્રણ લોકોને આ એવોર્ડ આપવામાં આવે છે. 

સૌથી પહેલા મરણોપરાંત ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો હતો?
વર્ષ 1955માં ભારત રત્ન આપવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો અને મરણોપરાંતથી સમ્માનિત કરવાની જોગવાઈ કરવામાં આવી. આ ક્ષેત્રે સૌથી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો હતો. વર્ષ 1966માં તેમને આ સમ્માન આપવામાં આવ્યું, તે પહેલા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં મૃત્યુ થઈ ગયું હતું. અત્યાર સુધામાં 16 લોકોને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં કર્પૂરી ઠાકુરનું નામ 17માં નંબરે છે. 

ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિને શું મળે છે?
ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી એક પ્રમાણપત્ર અને પદક આપવામાં આવે છે. આ સમ્માનની સાથે રકમ મળતી નથી, પરંતુ સરકાર તરફથી અનેક સુવિધા આપવામાં આવે છે. 

સુવિધા

  • ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિ કોઈ રાજ્યમાં જાય તો તે રાજ્ય સરકાર તરફથી તેમનું મહેમાન તરીકે સ્વાગત કરવામાં આવે છે. 
  • પરિવહન, બોર્ડિંગ અને રાજ્યમાં રોકાવાના સુવિધા આપવામાં આવે છે. 
  • પરિવારના સભ્યો (પતિ અથવા પત્ની અને બાળકો)ને આ સુવિધા આપવામાં આવે છે. 
  • વ્યક્તિગત સ્ટાફ અને ડ્રાઈવર આપવામાં આવે છે. 

મરણોપરાંત સમ્માન મળે તો પરિવારને શું સુવિધા મળે છે?
કોઈ વ્યક્તિને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવે તો તે વ્યક્તિનું નામ ભારત રત્નથી સમ્માનિત તેવું કહીને લેવામાં આવે છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 18 (1) અનુસાર પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિ પોતાના નામનો ઉપસર્ગ તથા પ્રત્યય તરીકે ‘ભારત રત્ન’નો ઉપયોગ ના કરી શકે.

વધુ વાંચો: 'હું સદાય તેમનો આભારી રહીશ', કોણ હતા કર્પૂરી ઠાકુર? જેમના વિશે PM મોદીએ લખ્યો લેખ

વ્યક્તિ પોતાના બાયોડેટા, વિઝીટિંગ કાર્ડ, લેટર હેડમાં ‘રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત ભારત રત્ન’ તેવો ઉલ્લેખ કરી શકે છે. પરિવારની સુવિધાઓ બાબતે કોઈ લેખિત નિર્દેશ જાહેર કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિના પરિવારજનોનું સમ્માન કરે છે અને તેમને સુવિધા આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ