બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / religion bhaum pradosh vrat 2023 is considered very auspicious to please Shiva

ધર્મ / દેવાના ડુંગર નીચે દબાયેલાનો મુક્તિનો માર્ગ ! મંગળવારે મનાવાશે ભૌમ પ્રદોષ વ્રત, 3 શુભ યોગ જીવન તારશે

Kishor

Last Updated: 09:38 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 સપ્ટેમ્બર 2023ના રોજ આવી રહ્યું છે ભૌમ પ્રદોષ વ્રત જે મહાદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો વિસ્તારથી!

  • દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભૌમ પ્રદોષ વ્રત માનવામાં આવે છે શુભ
  • 12 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવાશે આ વ્રત
  • ભગવાન મહાદેવ અને હનુમાનજીની કૃપા મેળવવા આટલું કરો

ભગવાન ભોળાનાથની આરાધનાના શ્રાવણ માણસને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભૌમ પ્રદોષ વ્રત ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા તો એવી પણ છે કે આ વ્રતની અસરથી આશક્ત વસ્તુ પણ શક્ય બની જાય છે. શાસ્ત્રોમાં આ શુભ પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષનું પહેલુ અને છેલ્લું ગણાતુ ભૌમ પ્રદોષ વ્રત 12 સપ્ટેમ્બર 2023ના રોજ એટલે કે આવતા મંગળવારે મનાવવામાં આવશે. 

કોઈનું અનાદર ન કરવું, માંસ મદિરાથી રહેવું દૂર: શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન  કરવા જોઈએ આ 5 કામ, નહીંતર કોપાયમાન થઈ જશે મહાદેવ/ sawan maas avoid these 5  ...

ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ

માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. મહાદેવની પૂજા કરવાથી ભક્તને બજરંગબલીની વિશેષ કૃપા પણ મળે છે, જે પાછળનું કારણ કે હનુમાન ભગવાન શિવના રુદ્રાવતાર છે. તેમાં પણ આ વ્રતના દિવસે ગ્રહો અને નક્ષત્રોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. જેના કારણે ભક્તોને બમણો લાભ મળી શકે છે. વ્રતની વાત કરવામાં આવે તો શ્રવણ માસના કૃષ્ણ પક્ષના ભૌમ પ્રદોષ વ્રતના દિવસે મંગળવારે સાંજે 06:30 થી 08:49 સુધી શિવ ઉપાસનાનો શુભ સમય છે. પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્તના 45 મિનિટ પહેલાં અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પછી મહાદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

આ વખતે ભૌમ પ્રદોષ વ્રતના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ અને બુધાદિત્ય યોગનો સંગમ થઇ રહ્યો છે. જેથી આ વિશેષ દિવસે પૂજા કરવાથી ભગવાન પ્રસંન્ન થશે.12 સપ્ટેમ્બર 2023ના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:04 થી રાત્રીના 11.01 સુધી છે. જ્યારે 12 તારીખના રોજ જ શિવ યોગ સવારે 12:14 થી 13 સપ્ટેમ્બર 2023,ના રોજ સવારે 01:12 છે.

હળદર સહિત આ 4 વસ્તુઓને શિવલિંગ પર ચડાવવાની ન કરતા ભૂલ, જાણી લો શિવ પૂજાના  નિયમો | Shiv Puja Niyam dont Offer these 4 things including turmeric on  Shivling know the rules
વ્રતના દિવસે આટલું કરો

ભૌમ પ્રદોષ વ્રત રાખ્યું હોય આ દિવસે પાણીમાં કેસર નાખીને નહાવું જોઈએ.જેની પાછળની માન્યતા એવી છે કે આમ કરવાથી આર્થિક સંકટમાંથી રાહત મળે છે. કર્જથી છુટકારો મેળવવા આ ખૂબ સારો ઉપાય છે. આ દિવસે માછલીઓને લોટ અને ગરીબોને ભોજન આપવી જોઈએ તથા કપડાં દાન કરવાથી શિવની સાથે હનુમાનજીની પણ કૃપા વરસે છે. સાથે ભૌમ પ્રદોષ વ્રત મંત્રનો જાપ કરવો.

  • ઓમ નમઃ શિવાય
  • ઓમ આશુતોષાય નમઃ
  • ઓમ નમો ધનદાય સ્વાહા
  • ઓમ હ્રીં નમઃ શિવાય હ્રીં ઓમ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ