બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Relief for Jacqueline: Bail granted in Rs 200 crore money laundering case, though court kept this condition

BIG NEWS / જેક્લીનને મળી રાહત: 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મળ્યા જામીન, જોકે કોર્ટે રાખી આ શરત

Megha

Last Updated: 04:28 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને જામીન આપ્યા.

  • એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને કોર્ટમાંથી મોટી રાહત મળી
  • કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રીને જામીન આપ્યા 

મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મળતી જાણકારી અનુસાર કોર્ટે આજે એટલે કે મંગળવારે રૂપિયા 2 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા અને આ સાથે કોર્ટે એક શરત મૂકી છે કે જેકલીન ફર્નાન્ડિસ કોર્ટની પરવાનગી વિના દેશ છોડીને ક્યાંય નહીં જઈ શકે. 

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસનું નામ સામે આવ્યા બાદ  તે મુશ્કેલીમાં ફસાઈ હતી. જેકલીન ફર્નાન્ડિસને સુખેશ ચંદ્રશેખર પાસેથી ઘણી મોંઘી ભેટ મળી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેકલીનને તેની ચાર્જશીટમાં આરોપી તરીકે નામાંકિત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સુકેશના ઠગના પૈસાનો ઉપયોગ તેને પણ કર્યો હતો. 

જેક્લિને આ કેસમાં જામીન અરજી દાખલ કરી હતી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેનો વિરોધ કર્યો  હતો અને એમને આરોપ લગાવ્યો હતો કે જેક્લીન તપાસથી બચવા દેશ છોડીને ભાગી શકે છે.

EDએ કરી હતી આવી દલીલ 
કોર્ટમાં EDએ પોતાની દલીલમાં કહ્યું કે જેકલીન તપાસમાં સહયોગ નથી કરી રહી. અહીં સુધી કે તેણે દેશમાંથી ભાગવા માટે દરેક પ્રકારના પ્રયત્નો પણ કર્યા છે. તેણે ડિસેમ્બર 2021માં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે સવાલોનો જવાબ પણ યોગ્ય રીતે નથી આપ્યો. તેણે મોજ-મસ્તીમાં 7.14 કરોડ રૂપિયા ઉડાવી દીધા. 

જેકલીને આરોપોને ફગાવ્યા હતા 
ત્યાં જ જેકલીન ફર્નાન્ડિસે તેનાથી વિરુદ્ધ કહ્યું કે તેણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. તે તપાસથી ભાગી રહી નથી. તેમજ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ પાયાવિહોણો છે. તેણીએ કહ્યું "હું સહકાર આપી રહી છું અને ED મને પરેશાન કરી રહી છે,". અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકો હંમેશા સેલિબ્રિટીઓને ગિફ્ટ આપે છે. તો તેમને કેવી રીતે ખબર પડશે કે ગિફ્ટમાં છેતરપિંડીના પૈસા છે. જણાવી દઈએ કે EDએ જેકલીનને અત્યાર સુધી 5 વખત પૂછપરછ માટે બોલાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ