બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 01:08 AM, 16 June 2023
ADVERTISEMENT
બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી.ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીની સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેંટર પર આ બેઠક યોજાઈ હતી. આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.આ સાથે જ મુખ્યમંત્રી દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
'કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે'
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, કચ્છમાં હાલ ભારે પવન ચાલુ છે તેમજ ચક્રવાતના પાછળના ભાગને કારણે કચ્છમાં વરસાદ ચાલુ છે અને મોરબી અને રાજકોટમાં 40 કિમીની ઝડપે પવન ફૂકાયો છે તેમજ કચ્છમાં છેલ્લા 2 કલાકમાં 78 મીમી વરસાદ થયો છે. 240 અસરગ્રસ્ત ગામોમાં વીજપોલ ધરાશાઈ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચક્રવાતને કારણે માનવ મૃત્યુનો એકપણ બનાવ નહી બન્યો તેમજ વાવાઝોડાને કારણે 524 ઝાડ પડ્યા, જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા છે
બિપોરજોય ત્રાટકી ચાલ્યું ગયું, તારાજી છોડતું ગયું, રાહત કમિશનરની મોડી રાત્રે પ્રેસ, રજૂ કર્યો વાવાઝોડા બાદનો ચિતાર#CycloneBiparjoy #gujaratcyclone #biporjoycyclone #VTVGujarati pic.twitter.com/lGVZdcNld1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2023
રાહત કમિશનરનું નિવેદન
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી વાવાઝોડાને કારણે 22 જેટલા લોકોને ઈજા થઈ છે તેમજ દક્ષિણ રાજસ્થાન બાજુ વાવાઝોડુ આગળ વધશે અને ઉત્તરગુજરાતમાં રાજસ્થાનમાં થયેલા વરસાદનું પાણી આવશે. તેમણે કહ્યું કે, કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેશે. આવતીકાલથી ડેમેજ રિકવરની કામગીરી શરૂ થશે અને આવતીકાલની સ્થિતિ બાદ સેલ્ટર હોમમાં રહેલા લોકોને પાછા મોકલવા પર નિર્ણય થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યાર 118 કીમી સુધીની હવાની ગતી કચ્છમાં પહોચી હતી. સરેરાશ 78 કીમીની ઝડપે કચ્છમાં પવન રહ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.