બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Record-breaking tourists thronged the Statue of Unity, first time in 5 years, eyes will widen knowing the figure

નર્મદા / સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉમટ્યાં રેકોર્ડબ્રેક પ્રવાસી, 5 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું, આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

Vishal Khamar

Last Updated: 04:51 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં પાંચ વર્ષમાં પ્રથમવાર પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર થયો છે. પાંચ વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા.

  • SOU ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા
  • 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર
  • 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીઘી

 સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2023 માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે. ત્યારે 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર થયો છે.  29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. 

ઉત્તરાયણ સુધી હજુ પણ પ્રવાસીઓ આવવાની શક્યતા
આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સીઈઓ ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે,  ગયા વર્ષે લગભગ 46 લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.આ વર્ષે પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર થઈ ગયો છે.  તેમજ આ આંકડો હજુ પણ વધવાની સંભાવનાં છે.  31 એટલે કે આજે  મોટી સંખ્યામાં લોકો આવવાનાં છે. તેમજ ઉત્તરાયણ સુધી હજુ પણ વધુ પ્રવાસીઓ આવવાની શક્યતા છે. 

ઉદિત અગ્રવાલ (સી. ઇ. ઓ,સ્ટેચ્યુ ઓફ યુનિટી)

વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવે છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકો તેઓનાં પરિવારજનો સાથે અહીંયા આવ્યા હતા. તેમજ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ સુંદર જગ્યા જોઈ મંત્રમુગ્ધ થયા હતા.  વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓમાં હજુ વધારો થઈ રહ્યો છે. અને આગળ પણ થતો રહેશે. 

પ્રવાસી વધવાના મુખ્ય કારણો

  •  પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો.
  •  ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો.
  • રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો.
  • રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ.
  • સ્વચ્છ અને સુઘડ કેમ્પસ.
  • સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ

 

સંકળાયેલા મુદ્દાઓ

50 લાખ પ્રવાસીઓ Narmada Tourists crossing 50 lakhs five years statue of unity નર્મદા પાંચ વર્ષ પ્રવાસીઓનો ઘસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી Narmada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ