બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / reason gujarat election Rajendra Trivedi and Purnesh Modi revealed change was made

BIG NEWS / રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવાનું કારણ આવ્યું સામે, જાણો શા માટે કરાયો આ ફેરફાર

Kishor

Last Updated: 12:02 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકારમાં બે મંત્રીઓનાં ખાતામાં ફેરબદલ કરવામાં આવ્યો છે. આ ફેરબદલને લઈને ઘણી અટકળો શરૂ થઈ છે.

  • રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી મામલે મોટા સમાચાર
  • બંને મંત્રીઓને ચૂંટણીલક્ષી મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે
  • બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા

ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બન્ને મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવા પાછળનું કારણ સામે આવ્યું છે. 

શા માટે બન્ને સિનિયરો પાસેથી ખાતા પરત લેવાયા?

રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ચૂંટણીલક્ષી મહત્વની જવાબદારી સોંપવાની હોઈ શકે છે. ચૂંટણીલક્ષી મોટી જવાબદારીને કારણે બન્નેના કામના ભારણને ઘટાડાયું છે. આવતીકાલે બી.એલ સંતોષજી ગુજરાત મુલાકાતે આવવાના છે. તેમની અધ્યક્ષતામાં આગામી ચૂંટણી જવાબદારીને લઈ આવતીકાલે ચર્ચા થશે. આ દરમિયાન બંને મંત્રીઓને બેઠક બાદ ચૂંટણીલક્ષી જવાબદારી શકે છે. 

બી.એલ.સંતોષ આવશે ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવશે. સંતોષ સંગઠનના નેતાઓ સાથે રાજકીય અને સામાજિક મુદ્દા પર બેઠક કરશે. બેઠકમાં ભાજપના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણીલક્ષી માર્ગદર્શન સંતોષ આપશે.

બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ હતું

મહત્વનું છે કે, અત્યાર સુધી બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ છે. મહત્વના ખાતાઓ પર બંને મંત્રીઓએ યોગ્ય પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ઘણા ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. તેઓ સરપ્રાઈઝ વિઝિટ લેવા માટે અને કામગીરી પર દેખરેખ માટે સ્વયં સરકારી ઑફિસોની મુલાકાત લેવા માટે સમાચારોમાં ચમક્યા હતા. તો પૂર્ણેશ મોદીએ રોડની કામગીરી માટે વોટ્સએપ નંબર જાહેર કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કર્યા હતા. આ બન્નેની કામગીરી એકંદરે સારી રહી હતી.

બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ બદલાયા

જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ ખાતું પરત લેવાયું. જે હવે હર્ષ સંઘવીને મહેસુલ ખાતુ સોંપવામા આવ્યું છે. તો પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન પરત લેવાયો છે. જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગ સોંપાયો છે. કેબિનેટ મંત્રાલયનો ચાર્જ મુખ્યમંત્રી પાસે રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ