બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Rath Yatra countdown begins: Lord Jagannath's Rath Yatra will take off on the main roads of Ahmedabad tomorrow.

રથયાત્રા 2023 / રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ: ભગવાન જગન્નાથને વધાવવા ભક્તો આતુર, તમામ તૈયારીઓ પૂર્ણ

Malay

Last Updated: 04:06 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rathyatra 2023: જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે. આજે સવારેથી ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં વહી રહ્યો છે. આવતીકાલે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરાશે.

 

  • સવારથી ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું
  • ભક્તો આખી રાત જગન્નાથ મંદિરમાં સેવા અને કીર્તન કરશે
  • મંગળા આરતીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેશે
  • આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે

આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. રથયાત્રા આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે. આજે પણ સવારથી ભગવાનનાં દર્શને ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. સવારની મંગળા આરતી પૂર્વે ભગવાનના દર્શન માટે ભક્તો આખી રાત મંદિરમાં સેવા અને કીર્તન કરશે. આવતી કાલે અષાઢી બીજના દિવસે વહેલી સવારના ચાર વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણવિધિ કરવામાં આવશે. 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે.

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ત્રણ રથમાં કોણ હોય છે સવાર? | Ahmedabad Rath  Yatra 2019
ફાઈલ ફોટો

ભગવાન મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા
આવતીકાલે રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે અને 101 ભારતીય સંસ્કૃતિની પ્રતિકૃતિ દર્શાવતી ટ્રકો પણ જોડાશે. 30 અખાડા, 18 ભજન મંડળી, ત્રણ બેન્ડવાજાં પણ રથયાત્રામાં જોડાશે. અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતનાં શહેરોમાંથી 2000 જેટલા સાધુ-સંતો આવી ચૂક્યા છે. રથયાત્રા દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે. ગઈ કાલે ભગવાનનો ગૃહપ્રવેશ થઇ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, ભાઈ બલરામની નેત્રોત્સવવિધિ પણ કરવામાં આવી છે. નેત્રોત્સવવિધિમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.

ભગવાનના સોનાવેશમાં દર્શન માટે ભક્તોનો ધસારો
આજે સવારે ભગવાન સોનાવેશમાં દર્શન આપી રહ્યા છે ત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં વહી રહ્યો છે. આજે ગજરાજની પૂજનવિધિ કરવામાં આવી, જેમાં બીસીસીઆઇના જનરલ સેક્રેટરી જય અમિત શાહ હાજર રહ્યા હતા. બપોરના 11.30 વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથની પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યાર બાદ બપોરના ત્રણ વાગ્યે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નેતાઓ દ્વારા રથનું પૂજન અને આરતી કરવામાં આવી. સાંજના આઠ વાગ્યે વિશિષ્ટ પૂજા અને સંધ્યા આરતીમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના પ્રધાનો અને નેતાઓ હાજર રહેશે.

CM ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરાવી કરાવશે પ્રસ્થાન
અષાઢ સુદ બીજના દિવસે આવતીકાલે મંગળવારે સવારના 3.45 વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ  4 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરાશે. 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાજર રહેશે અને અતિથિવિશેષ તરીકે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યારબાદ સવારના 6.00 વાગ્યે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે.7.05 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી ભગવાનના રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

VTV Gujarati News and Beyond on Twitter: "રથયાત્રા પૂર્વે CM ભૂપેન્દ્ર  પટેલે લીધી અમદાવાદના જગન્નાથ મંદિરની મુલાકાત, વહેલી સવારે પહોંચ્યા ભગવાનના  દર્શન કરવા ...
ફાઈલ ફોટો

ભગવાન શ્રીકૃષ્ણ કેમ 'જગન્નાથ' કહેવાયા?
કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખી 
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી રહી છે. 2014થી અત્યાર સુધી પીએમ મોદી દર વર્ષે મગ અને જાંબુ પ્રસાદ માટે અચૂક મોકલાવે છે. તેઓ સીએમ હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા અને આ પરંપરા તેમણે દિલ્હીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે. પીએમ મોદીના પૂરા પરિવારની ભગવાન જગન્નાથ સાથે લાગણી જોડાયેલી છે, જ્યારે તેમનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે પૂરો પરિવાર ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યો હતો અને માતા હીરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમણે 2002થી 2013 સુધી સતત 12 વર્ષ સુધી પ‌િહંદવિ‌ધિ કરી હતી. સૌથી વધુ પહિંદવિ‌ધિ કરનારા સીએમ નરેન્દ્ર મોદી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ