બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rath Yatra celebration with religious atmosphere on the occasion of Ashadi Bija in gujarat

ધાર્મિક / શ્રધ્ધા અને ભક્તિનો અલૌકિક સંગમ: ગુજરાતભરમાં રથયાત્રાની રંગેચંગે ઉજવણી, જુઓ ક્યાં કેવો માહોલ

Kishor

Last Updated: 05:30 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અષાઢી બીજ નિમિતે સમગ્ર રાજ્યમાં ધાર્મિક વાતાવરણ સાથે રથયાત્રાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

  • ગુજરાતના અનેક શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા
  • જગન્નાથ રથયાત્રા સમિતિએ કર્યું આયોજન
  • મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા

અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.  રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ દમણમાં ભગવાન જગન્નાથ ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળ્યા હતા. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં દમણના લોકો સામાજીક અને ધાર્મિક અગ્રણીઓ પણ જોડાયા હતા. દમણમાં નીકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ભજન કીર્તન અને ડીજેના તાલે ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. 

ભાવનગર​​

ઈડરમાં 25મી રથયાત્રા નીકળી

સાબરકાંઠાના ઇડરમા મોટા રામદ્રારા મંદીરથી ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રાનું પ્રસ્થાન ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાએ કરાવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નવિન રથમાં બિરાજમાન થઈ નગર ચર્યાએ નીકળતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. વધુમાં સાધુ સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢ શહેરમાં 19 મી જાજરમાન રથયાત્રા નીકળી હતી. જેમાં લોકો જોડાયા હતા.ડીસામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું સાંસદ દિનેશભાઈ અનાવડીયા અને ધારાસભ્ય માળીએ રથને ખેંચી પ્રસ્થાન કરાવ્યું  હતું. જેમાં ધારાસભ્ય પ્રવીણ માળીએ રથયાત્રામાં લાઠીદાવ કરતા લોકો અચરજ પામ્યા હતા. આણંદ જિલ્લાના પેટલાદ રણછોડજી મંદિર ખાતેથી 97 મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
 

રાજકોટ


મોરબીમાં મચ્છુ માતાની રથયાત્રા
આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડાની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી. મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી અને આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો.

જુનાગઢ

રાજકોટમાં વિજય રૂપાણી રથયાત્રામાં જોડાયા

તો રાજકોટમાં પણ રાજા રણછોડની રથયાત્રા નીકળી હતી. નાનામવા ખાતેના જગન્નાથ મંદિરથી 15મી રથયાત્રા શરૂ થઈ હતી જે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાજમાર્ગો પર 22 કિલોમીટર ફરી હતી.જેમાં 60 જેટલા ફ્લોટ્સ અને ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.જેમાં સનાતની બુલ્ડોજર ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તથા રથયાત્રામાં 1700થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં, જોડાયા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથની આરતી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટની જનતા ખૂબ ધર્મ પ્રેમી છે, રાજકોટમાં રંગે ચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. ખાસ રાજકોટમાં દરેક તહેવાર અનોખા હર્ષઉલ્લાસ સાથે ઉજવાય છે.

દાહોદ

ધારાસભ્ય મહેશ ભુરીયાએ પહિંદવિધિ કરી

નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં 10મી રથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં  આશરે 10,000 જેટલા ભક્તો આ રથયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. તે જ રીતે દાહોદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાએ પહિંદવિધિ કરી હતી. પહિંદવિધિ બાદ MLA મહેશ ભુરીયાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આમ ઝાલોદ, લીમડી, લીમખેડા, સહિત અનેક વિસ્તારમાંથી રથયાત્રા નીકળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ