બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ranip area of Ahmedabad is the 'most favorite' of Megharaja.

મેહુલિયો / અમદાવાદના પશ્ચિમ ઝોનનો 'રાણીપ' વિસ્તાર જાણે કે મેઘરાજાનો 'મોસ્ટ ફેવરિટ', ખાબક્યો સિઝનનો 22 ઈંચ વરસાદ

Dinesh

Last Updated: 07:17 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં ગોઠવાયેલા વરસાદ માપક યંત્રના આધારે પશ્ચિમ ઝોનના રાણીપમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે

  • રાણીપ વિસ્તાર મેઘરાજાનો ‘મોસ્ટ ફેવરિટ’ 
  • સિઝનનનો સરેરાશ કરતાં પણ વધુ 22 ઈંચ વરસાદ
  • જોધપુરમાં 21 ઈંચ જેટલો વરસાદ નોંધાયો  


આ ચોમાસામાં મેઘરાજાએ સમગ્ર અમદાવાદમાં ભારે હેત વરસાવ્યું છે. છેલ્લા બે રાઉન્ડના વરસાદમાં ક્યાંક તોફાની બેટિંગ કરી છે તો ક્યાંક હળવા મૂડમાં આવીને ખાલી ટપલી મારી છે. શહેરમાં પડેલા વરસાદની સત્તાવાર વિગતો તપાસતાં ચાલુ સિઝનમાં પશ્ચિમ ઝોનમાં રાણીપ વિસ્તાર મેઘરાજાનો ‘મોસ્ટ ફેવરિટ’ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આ વિસ્તારમાં શહેરની સાડા પંદર ઈંચ વરસાદની સરેરાશ કરતાં પણ વધુ એવો 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

રાણીપમાં સૌથી વધુ વરસાદ
ટાગોર હોલના મ્યુનિસિપલ મધ્યસ્થ કંટ્રોલરૂમનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, શહેરના 27 વિસ્તારોમાં ગોઠવાયેલા વરસાદ માપક યંત્રના આધારે પશ્ચિમ ઝોનના રાણીપમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનનો પોશ ગણાતો જોધપુર વિસ્તાર વરસાદના મામલે નસીબદાર નીવડ્યો છે. જોધપુરમાં 21 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જોધપુર બાદ પશ્ચિમ ઝોનના ઉસ્માનપુરામાં વરસાદે ભારે હેત વરસાવતાં આ વિસ્તારમાં 18 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જોધપુર ઝોનલ વિસ્તારમાં 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ઝોનના કોતરપુરમાં પણ આટલો જ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં પડેલા વરસાદની વિગતોને વધુ તપાસતાં પૂર્વ ઝોનના ચકુડિયામાં સૌથી ઓછો એટલે કે માંડ સાડા દસ ઈંચ વરસાદ પડ્યો છે. ચકુડિયા બાદ ગોતામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાયો છે.   

નરોડામાં ઓછો વરસાદ
રામોલ અને નરોડામાં પણ ઓછો વરસાદ વરસ્યો છે. આ બંને વિસ્તારમાં 13 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે મણિનગર અને બોપલમાં પણ વરસાદની ટકાવારી 13 ઈંચ જેટલી છે. શહેરમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન 391.64 મિમી વરસાદ પડી ચૂક્યો છે, જે 15.42 ઈંચ જેટલો થાય છે. આમાં શહેરના સાત ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સાડા અઢાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. પશ્ચિમ ઝોન બાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 17 ઈંચ વરસાદ, દક્ષિણ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં લગભગ 16 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે પૂર્વ ઝોનમાં સૌથી ઓછો એટલે કે પોણા 14 ઈંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

વાસણા બેરેજમાં નદીની સપાટી 132 ફૂટ પર
વાસણા બેરેજમાં સાબરમતી નદીની સપાટી 132 ફૂટે હોવાની વિગતો સામે આવી છે. અત્યારે વરસાદ બંધ હોવાથી આ ડેમના તમામ દરવાજા બંધ છે. જ્યારે કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ