બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Politics / Ramesh Bidhuri Controversy: BJP Issues show cause notice after Bidhuri controversial statement on Danish Ali in loksabha

રાજનીતિ / રમેશ બિધૂડીના **#$%... નિવેદન પર ભાજપ એક્શનમાં, તાબડતોબ લેવામાં આવ્યા આ એક્શન, 15 દિવસનું અલ્ટિમેટમ

Vaidehi

Last Updated: 04:25 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJPનાં સાંસદ રમેશ બિધૂડીનાં નિવેદન પર સ્પીકર ઓમ બિરલાએ પણ નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નોટિસ ફટકારી છે. જાણો શું છે મામલો.

  • BJP સાંસદ રમેશ બિધૂડીનાં વિવાદસ્પદ નિવેદનનો મામલો
  • પાર્ટીનાં અધ્યક્ષ જે.પી નડ્ડાએ ફટકારી નોટિસ
  • સંસદનાં સ્પીકર ઓમ બિરલા પણ થયાં નારાજ

ભારતીય જનતા પાર્ટીનાં લોકસભા સાંસદ રમેશ બિધૂડીએ પોતાના સંસદ સહયોગી બહુજન સમાજ પાર્ટીનાં દાનિશ અલીની સામે હિંસક મુસ્લિમ વિરોધી અપશબ્દોનો ઉપયોગ કર્યો. ગુરુવારે બિધૂડી દ્વારા સંસદમાં કહેવામાં આવેલી વાતો વાયરલ થઈ. જો કે સંસદયી કાર્યવાહીથી તેમની વિવાદસ્પદ ટિપ્પણીને હટાવી દેવામાં આવી છે. બસપાએ રમેશ બિધૂડીની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે.

જે.પી નડ્ડાએ ફટકારી નોટિસ
ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રમેશ બિધૂડીની સામે કારણ જણાવો નોટિસ ફટકારી છે. માહિતી અનુસાર પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડાનાં નિર્દેશ પર પાર્ટીએ આ નોટિસ જારી કરી છે.  હવે બિધૂડીએ 15 દિવસની અંદર પાર્ટીને જવાબ આપવો પડશે.

સ્પીકર પણ થયાં નારાજ
સ્પીકર ઓમ બિરલાએ રમેશ બિધૂડી સાથએ વાત કરી અને તેમના નિવેદન પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. ઓમ બિરલાએ રમેશ બિધૂડીને ફટકાર લગાડ્યાં બાદ તેમને ભાષાની મર્યાદા જાળવવાની ચેતવણી પણ આપી હતી.

શબ્દોને લોકસભા કાર્યવાહીનાં રેકોર્ડથી દૂર કરાયા
કહેવામાં આવી રહ્યું છે કે સ્પીકરને લખવામાં આવેલ પત્રમાં દાનિશ અલીએ રમેશ બિધૂડીનાં મામલાને વિશેષાધિકાર સમિતિને મોકલીને તપાસની માંગ કરી છે જેથી બિધૂડીને અનુશાસિત કરી શકાય અને દેશનો માહોલ ખરાબ ન થાય. ભાજપ સાંસદ રમેશ બિધૂડીનાં આપત્તિનજનક શબ્દોને ગઈકાલે લોકસભા કાર્યવાહીનાં રેકોર્ડથી દૂર કરી દેવામાં આવ્યું છે.

શું બોલ્યાં હતાં રમેશ બિધૂડી?
'ઓય..., ઓય આતંકવાદી, એ આતંકવાદી વચ્ચે ન બોલ, આ આતંકવાદી-ઉગ્રવાદી છે, આ મુલ્લો આતંકવાદી છે... આની વાત નોટ કરતા રહેજો, હું હવે આ મુલ્લાને બહાર જોઈ લઈશ.' આ શબ્દો છે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ રમેશ બિધુરી (Ramesh Bidhuri)ના. તેઓ સંસદમાં દક્ષિણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં તેમણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો અને જે રીતે તેમને સાંભળીને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન હસ્યા, આ દ્રશ્યથી ઘણા લોકોને નારાજ થયા છે. જો કે લોકસભામાં બસપા સાંસદ દાનિશ અલી સામે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યા પર સદનનાં ઉપનેતા અને રક્ષામંત્રી રાજનાથસિંહે પણ નિંદા કરી હતી. 

જાણો રમેશ બિધુરી વિશે
- દિલ્હીમાં જન્મેલા બિધુરી પાસે B.Com, LLBની ડિગ્રી છે. તેમણે તેમના પ્રોફેશનમાં વકીલ, બિઝનેસ, ખેડૂત અને સામાજિક કાર્યકર લખ્યું છે.
- તેઓ 2003થી મે 2014 સુધી દિલ્હીના ધારાસભ્ય રહ્યા હતા. 2014 અને 2019માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
- તેઓ શહેરી વિકાસ, ઓબીસી કલ્યાણ, શ્રમ અને રોજગાર સંબંધિત ઘણી સમિતિઓમાં સામેલ રહ્યા છે. તેઓ વૃદ્ધો માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરતા રહે છે.
- તે ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યા છે. થોડા સમય પહેલા તેમના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી, જ્યારે એક વાલી શાળાની સમસ્યા લઈને તેમની પાસે પહોંચ્યા હતા. રમેશ બિધુરીએ ત્યારે કહ્યું હતું કે, તો છોકરાઓને જ કેમ જન્મ આપ્યો?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ