બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Municipal Education Committee election date announced

મોટા સમાચાર / અનેક વિવાદ બાદ 19 જૂને રાજકોટ મનપા શિક્ષણ સમિતિની ચૂંટણી, ચેરમેન પદ માટે આ નામ મોખરે

Malay

Last Updated: 12:48 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Election of Education Committee: આગામી 19 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ માટે મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

  • 19 જૂનના શિક્ષણ સમિતિની ચૂંટણી
  • ચેરમેનના નામને લઇને અનેક ચર્ચા
  • બાર બેઠક માટે મતદાન પ્રક્રિયા 

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન બાદ હવે શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી 19 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પણ પાડવામાં આવ્યું છે. 

ચેરમેનને લઈને અનેક નામની ચર્ચા
શિક્ષણ સમિતિની ચૂંટણીની જાહેરાત થતાં જ નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ બનશે? અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ-કોણ હશે? તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામની ચર્ચા ચાલી રહી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ, વિક્રમ પુજારા સહિતના નામ મોખરે ચાલી રહ્યા છે. આગામી 19 જૂનના રોજ કુલ 12 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો મતદાન કરી શકે છે. 

કિશોર રાઠોડનું નામ મોખરે
શિક્ષણ સમિતિમાં એન્ટ્રી માટે ભાજપ અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર ભાજપે પ્રદેશમાં નામોની યાદી મોકલી છે. નવી શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ માટે કિશોર રાઠોડનું નામ મોખરે ચાલી રહ્યું છે. કિશોર રાઠોડ અગાઉ શિક્ષણ સમિતિમાં મહામંત્રી હતા. તો શિક્ષણ સમિતિના ચેરમેન માટે વિક્રમ પુજારાનું નામ પણ ચર્ચા છે. 

ગાંધીનગર ખાતે બેઠક યોજાયા બાદ રાજીનામા
આપને જણાવી દઈએ કે, 18 એપ્રિલે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામા લેવાયા હતા. 17 એપ્રિલે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના અધ્યક્ષસ્થાને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની બેઠક યોજાયા બાદ 18 એપ્રિલે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા હતા. 


 
ચેરમેન સહિત તમામ સભ્યોએ આપ્યા હતા રાજીનામા
18 એપ્રિલે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત 15 સભ્યોએ રાજીનામાં આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ