બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Rajendra Trivedi's big statement on various demands of teachers

વડોદરા / શિક્ષકોની વિવિધ માંગ પર રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, કહ્યું 'તમારા પ્રશ્નો સાચા હોઈ શકે પણ...'

Dhruv

Last Updated: 04:05 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં આજે શિક્ષક દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન શિક્ષકોની માંગ પર રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા કહ્યું કે, 'શિક્ષકનો વ્યવસાય આપવાનો છે લેવાનો નથી.'

  • વડોદરામાં શિક્ષક દિવસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું મહત્વનું નિવેદન
  • શિક્ષકોના પ્રશ્નો સાચા હોઈ શકે, પણ આ પ્લેટફોર્મ યોગ્ય નથી: ત્રિવેદી

કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શિક્ષકોને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ શિક્ષકોને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, 'શિક્ષક પાસે શિક્ષણ સિવાયનું અન્ય કામ ન લેવું જોઈએ. શિક્ષકોના અધિકાર માટે અધિકારી પાસે કોર્ટમાં રિટ કરાવી હતી. આજના દિવસને નીચે ન પાડવો જોઈએ. શિક્ષકે ક્યારે હાથ ન લંબાવો જોઈએ. શિક્ષકનો વ્યવસાય આપવાનો છે લેવાનો નથી. આજે શિક્ષકોએ પગાર માટે કંઈ ન કહેવું જોઈએ, યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પરંતુ શિક્ષક દિવસના અવસરે શિક્ષકોએ આ માંગ ન કરવી જોઈએ. શિક્ષકોના પ્રશ્નો સાચા હોઈ શકે, પણ આ યોગ્ય પ્લેટફોર્મ નથી.'

શિક્ષક સંઘના અગ્રણીએ શિક્ષક દિવસે જ પોતાની વ્યથા ઠાલવી

તમને જણાવી દઇએ કે, વડોદરામાં આજે શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આજના આ શિક્ષક દિવસે જ શિક્ષક સંઘના અગ્રણીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, 'શિક્ષકોને શિક્ષણ સિવાયની કોઈ કામગીરી ન આપવી જોઈએ. અમારી માંગ પૂર્ણ થશે ત્યારે જ શિક્ષક દિનની સાચી ઉજવણી કહેવાશે.' એ સિવાય શિક્ષકોને જૂની પેન્શન અને 4200 ગ્રેડ પે આપવાની પણ તેઓએ માંગ કરી. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર અને સાંસદની હાજરીમાં જ શિક્ષક સંઘના અગ્રણીએ આ માંગ કરી હતી.

શિક્ષકોએ જે માંગ કરી તેના માટે કોર્પોરેશન અને રાજ્ય સરકાર હકારાત્મક: મ્યુનિ. કમિશનર

ત્યારે શિક્ષક દિન નિમિત્તે શિક્ષક અગ્રણીઓની આ માંગણી મામલે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'મારી સમક્ષ આજે પહેલીવાર શિક્ષકોએ રજૂઆત કરી છે. શિક્ષકોએ જે માંગ કરી તેના માટે કોર્પોરેશન અને રાજ્ય સરકાર હકારાત્મક છે. નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.'

જૂની પેન્શન સ્કીમ મામલે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો હોય છે: મેયર કેયુર રોકડીયા

તો શિક્ષકોની માંગણી મામલે મેયર કેયુર રોકડીયાએ નિવેદન આપતા કહ્યું કે, 'શિક્ષકોની માંગણી મામલે રાજ્ય સરકાર અને કોર્પોરેશન નિર્ણય લેશે. શિક્ષકોએ બાળકો દીઠ 500 રૂપિયાની માંગ કરી છે. જે મામલે પાલિકાએ જેટલો ખર્ચ કરવો પડશે તે કરવા તૈયાર છે. જૂની પેન્શન સ્કીમ મામલે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો હોય છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ