બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Rajasthan High Court has given an important judgment in the matter of transfer of government employee

ઇનકાર / 'બાળકોની સ્કૂલ છૂટી જશે, માતાપિતા ઘરડાં છે', બદલી રોકવાનો ઠોસ આધાર નહીં- HCનો મોટો ચુકાદો

Kishor

Last Updated: 10:07 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીની બદલીના મામલે રાજસ્થાન હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં બાળકની સ્કૂલ છૂટી જશે. વધુમાં તેના માતા-પિતા વૃદ્ધ છે આવા કારણો બદલી રોકવા માટે ઠોસ કારણ નથી.

  • સરકારી કર્મચારીની બદલીના મામલે રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • બાળકની સ્કૂલ છૂટી જશે, માતા-પિતા વૃદ્ધ છે, આ ઠોસ કારણ નથી
  • જસ્ટિસ વિનીત કુમાર માથુરની સિંગલ બેન્ચે આપ્યો ચુકાદો

રાજસ્થાન હાઈકોર્ટે સરકારી કર્મચારીની બદલીના મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. બદલીના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા કોર્ટે જણાવ્યું હતું કે અરજદારો દલીલના એવું જણાવે કે તેના બાળકો શાળાએ જાય છે. જેની સ્કૂલ છૂટી જશે. વધુમાં તેના માતા-પિતા વૃદ્ધ છે આવા કારણો બદલી રોકવા માટે ઠોસ કારણ નથી.આ મામલે જસ્ટિસ વિનીત કુમાર માથુરની સિંગલ બેન્ચે કર્મચારીના ટ્રાન્સફર ઓર્ડરમા આવા આરોપને પણ ફગાવી દીધો છે.


સરકાર ગમે ત્યાં બદલી કરી શકે

જસ્ટિસ માથુરે આ મામલે ચુકાદો આપતા તેમના આદેશમાં જણાવ્યું હતું કે  14.01.2023ની તારીખના ટ્રાન્સફર ઓર્ડરના નિરીક્ષણ મામલે જણાઈ છે કે એક સામટી કુલ 151 વ્યક્તિઓની બદલી કરવામાં આવી છે. જેને પગલે ટ્રાન્સફરનો આદેશ એકલા અરજદારને લાગુ પડતો નથી. તેમાં કોઈ ખોટો આરોપ પ્રતિબિંબિત નથી થતો કે કોઈ સક્ષમ અધિકારી દ્વારા કરાયેલા આ બાદલીના હુકમને આધાર પર પડકારવામાં આવ્યો નથી. . ટ્રાન્સફર ઓર્ડર પસાર કરનાર સત્તા અરજદારને ટ્રાન્સફર કરવા માટે સક્ષમ નથી.

અરજદાર હેમેશ ભાવસારએ કરી હતી અરજી

'લાઇવ લો'ના અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 1999માં અરજદાર હેમેશ ભાવસાર પટવારીના પદ પર નિમણૂક કરાઈ હતી. જેઓ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડની ઓફિસ, તહેસીલ ચીખલી, ડુંગરપુરમાં ફરજ બજાવતા હતા. જેમાં 30 સપ્ટેમ્બર, 2021ના રોજ, અરજદારને  ઈન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સની ઓફિસ, બોડીગામા બાડા, તહેસીલ સબલા, ડુંગરપુરમાં બદલી કરી દેવામાં આવી હતી. બે વર્ષ બાદ ફરીથી 14 જાન્યુઆરી, 2023 ના આદેશ દ્વારા, અરજદારને સબલામાંથી સર્કલ મોહકમપુરા, તહેસીલ કુશલગઢ, જિલ્લા બાંસવાડા ખાતે મુકવામાં આવ્યા હતા. જેને લઈને અરજદારે કોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા.  હેમેશ ભાવસાર નામના કર્મચારીએ તેની રિટ પિટિશનમાં વૃદ્ધ વાલીઓ અને શાળાએ જતા બાળકોનો સમાવેશ કરી બદલી રોકવા જણાવ્યું હતું. બાદમાં કોર્ટે અરજદારની દલીલને ટ્રાન્સફરને પડકારવા માટે નક્કર આધાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જે મામલે આવલોકનમાં કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા વ્યક્તિને સરકાર ગમે ત્યાં બદલી કરી શકે છે અને જો તેને પડકારવા માટે નક્કર આધાર હોય તો જ કોર્ટ તેની સામે રાહત આપી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ