બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / Rains will be 'Azad' in Gujarat from today, predicted Meteorological Department and Ambalal, Biharwali in Ahmedabad

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજથી વરસાદ 'આઝાદ' થશે, હવામાન વિભાગ અને અંબાલાલે કરી આગાહી, અમદાવાદમાં બિહારવાળી

Vishal Khamar

Last Updated: 11:23 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : નવરાત્રીમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેે મોટી આગાહી કરી છે. તો મણિનગરમાં જ્વેલર્સમાં લૂંટ કરી ફરાર થઈ ગયેલ શખ્સને લોકોએ જીવનાં જોખમે પકડી પોલીસને સોંપ્યો હતો. ક્યાં બોલિવૂડ કલાકારને ગત રોજ સ્વતંત્રતા પર્વ પર મળી ભારતની નાગરિકતા.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ છે. તો બીજી બાજુ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 

રાજ્યમાં  વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. 17 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.

ભારતભરમાં ગતરોજ તા. ૧૫મી ઓગષ્ટના રોજ ૭૭મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી સાથે દેશભરમાં અને ગુજરાતમાં 'મેરી માટી, મેરા દેશ' અભિયાનને પૂરવેગ મળ્યો છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આ અભિયાનનો ગત તા. ૯મી ઓગસ્ટથી પ્રારંભ થયો ત્યારથી અત્યારસુધીમાં કુલ ૧૭.૯૬ લાખથી વધારે નાગરિકો આ અભિયાનમાં જોડાયા છે. હવે આજે તા. ૧૬ ઓગષ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્ર્મોની શરૂઆત થશે.

ધ્વજવંદન કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત રોજ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સમગ્ર દેશ 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના સાડા સાત દાયકા પૂરા કરીને આજે ભારત વિશ્વની શક્તિશાળી સત્તાઓમાં સ્થાન પામ્યો છે. આ આઝાદી ભારતરૂપી વટવૃક્ષના મૂળીયા જેમણે પોતાના રક્તથી સિંચ્યા છે એવા નામી-અનામી વીર શહીદોને વંદન કરવાનો પણ  દિવસ હતો. આઝાદી માટે પોતાનું જીવન ખંપાવી દેનાર સ્વતંત્ર વીરોનું સપનું હતું કે ભારત માતા પરમ વૈભવ પર શિખરે બિરાજે, આઝાદી મળ્યા બાદ આજે તેમનું એ સપનું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકર થઈ રહ્યું છે. 

અમદાવાદનાં મણિનગરમાં એલજી હોસ્પિટલ નજીક લૂંટનાં ઈરાદે જ્વેલર્સની દુકાનાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર લૂંટનાં પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. જ્વેલર્સની દુકાનમાં આરોપીએ લૂંટ કરવાનાં ઈરાદે ફાયરિંગ કર્યું હતું. ત્યારે સદનસીબે ગોળી રોડ પર વાગતા મોટી જાનહાનિ ટળી હતી.

ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાનું ષડયંત્ર ફરી એકવાર ઝડપાયુ છે. અમદાવાદમાં ફરી હથિયાર વેચાણનું રેકેટ ઝડપાયું છે, જેમાં 9 હથિયાર સાથે 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રફિક શેખ અને નવાબ ખાન પઠાણને કાલુપુર અને દરિયાપુરમાંથી પોલીસે દબોચ્યા છે.

સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇ ભક્તે સોનાનું ગુપ્ત દાન કર્યું છે. સોનાના દાનમાં કુલ લગડી 9 દાન કરી છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે. 

PM મોદી એ લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે, પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણ એ દેશની બીમારીઓ છે જેને નાબૂદ કરવાની જરૂર છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર PM મોદી એ લાલ કિલ્લાની પ્રાચી પરથી કહ્યું, સમયની જરૂરિયાત છે કે ત્રણ અનિષ્ટો - ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ સામે લડવું.

હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સર્જાયેલી વિનાશમાં અત્યાર સુધીમાં 51 લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ શિમલામાં ભૂસ્ખલનને કારણે 14 લોકોના મોત થયા છે. આ તરફ રાજ્યમાં કુદરતી આફતના કારણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ઘણા મોટા રસ્તાઓ બંધ થઈ ગયા, ઘરોને નુકસાન થયું અને શિમલાના મંદિરમાં ઘણા ભક્તો દટાઈ ગયા. 

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી હાલમાં છ મહિના માટે એક મિશન પૂર્ણ કરવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. જાણીતું છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર પર સ્પેસમાંથી લેવામાં આવેલી તસવીરો શેર કરતાં રહે છે. એવામાં હવે એમને એ દેખાડ્યું કે અંતરિક્ષમાંથી હિમાલય કેવો દેખાય છે. 

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર મોટી સફળતા મળી છે. અભિનેતાએ ભલે હિન્દી ફિલ્મોમાં કામ કરતાં હોય પણ પરંતુ તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી પણ હવે ખિલાડી કુમારને ભારતનો પાસપોર્ટ એટલે કે ભારતની નાગરિકતા મળી ગઈ છે. 

એશિયા કપ પહેલા શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસારંગાએ ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરત કરવા માટે તેમણે 15 ઓગસ્ટની પસંદગી કરી છે, 3 વર્ષ પહેલા ધોનીએ પણ આ જ તારીખે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. હસારંગાએ અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય શા માટે કર્યો? તે માટેનું કારણ છે એશિયા કપ અને વર્લ્ડ કપ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ