બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall in coastal areas of Gujarat due to Cyclone Biparjoy

ગુજરાત / વાવાઝોડું 290 કિમી દૂર છે પણ દ્વારકામાં તોફાની પવન સાથે વરસાદની ધડબડાટી, જુઓ રાજ્યમાં ક્યાં ક્યાં ખાબક્યો

Kishor

Last Updated: 05:09 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપરજોય વાવાઝોડાની સ્થિતિને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે.

  • ગુજરાત પર ખતરાની અસર વર્તાવાનું શરૂ
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમીધારથી લઇને સાંબેલાધાર વરસાદ
  • દ્વારકા શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાયા

ગુજરાત પર મંડરાઇ રહેલા બિપરજોય વાવાઝોડાના ખતરાની અસર વર્તાવાનું શરૂ થઇ ચૂક્યું છે. જે વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળશે તેવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમીધારથી લઇને સાંબેલાધાર વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. તો કેટલાક સ્થળોએ પવનની ગતિ પણ તેજ બની રહી છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે આફતરૂપ બની રહ્યું છે. જેમાં વાવાઝોડા પહેલા જ દ્વારકામાં મૂશળધાર વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે વરસાદને કારણે દ્વારકા શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. જો કે દ્વારકામાં તંત્ર દ્વારા સતત નિચાળવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે. 

ભારે પવન ફૂંકાતા લોકોમાં ચિંતામાં
દ્વારકાના હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં હર્ષદ ખાડીમાં પાણીનું સ્તર ઊંચુ આવ્યું છે. તો ભારે પવનના કારણે અહીં દુકાનોના પતરા ઉડ્યા હતા. આ સિવાય પોરબંદર, ખંભાળિયા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થઇ ચૂક્યું છે. કચ્છ-માંડવીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અહીં ભારે પવન ફૂંકાતા લોકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વાવાઝોડાને કારણે જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર ગઢડા અને ગીર જંગલમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 

અમરેલીમાં પણ વાવાઝોડાની અસર

આ સિવાય જામનગરમાં બે દિવસથી વરસાદના એક પછી એક ઝાપડા ચાલુ થઇ ચૂક્યા છે. જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં કાલાવડ, લાલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપલેટામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં મોજીરા, સેવંત્રા, કેરાળા, વાડલા, ખાખી જાળીયા ગામમાં વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલીમાં પણ વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઇ ચૂકી છે. ખાંભા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જેમાં નાનીધારી, નાના વિસાવદર, લાસામાં વરસાદ નોંધાયો છે. અત્યારસુધીમાં અમરેલી જિલ્લામાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ