બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / rain in Saurashtra and South Gujarat are not the only rains suitable for ahmedabad district

વરસાદની રાહ / સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર પણ આ જિલ્લામાં વાવણી લાયક વરસાદ જ નહીં

Kishor

Last Updated: 08:46 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે.

  • અમદાવાદ અને સુરેન્દ્રનગર પંથકમાં નથી પડયો વાવણી લાયક વરસાદ
  • હજારો હેક્ટરના ખેતરો પાક વિના ખાલીખમ
  • માંડલ, પાટડી, દસાડા તાલુકાના ખેડૂતો પરેશાન

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક બાજુ વરસાદ મન મુકીને વરસ્યો છે. ગાંડોતુર થઇને વરસી રહેલા પાણીને પગલે અત્યાર સુધીમાં રાજ્યમાં 51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 100 ટકા જેટલો વરસાદ થયો છે. તો સારો વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નદી-નાળા છલકાતા ખેડૂતો ખુશી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક તાલુકામાં આજે પણ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. નહીવત વરસાદ પડયો હોવાથી આજ સુધી વાવણી થઇ નથી જેને લઈને ખેતરો સુક્કાભઠ્ઠ ભાંસી રહ્યા છે. અને જગતનોતાત કાગ ડોળે ધરતીના ધણીની રાહ જોઇ રહ્યો છે. જો ટૂંક સમયમાં વરસાદ નહી આવે તો મગફળી, કપાસ સહિતના પાકના વાવેતરનો સમય પૂર્ણ થઇ જશે આથી ખેડૂતોના માથે ઉપાધિના વાદળો ઘેરાયા છે.

અમદાવાદ અને સુરેન્દ્રનગર પંથકમાં હજુ સુધી નથી થયો વાવણી લાયક વરસાદ
અમદાવાદ અને સુરેન્દ્રનગર પંથકમાં નહિવત વરસાદ થતાં ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી. અમદાવાદ જિલ્લામાં માંડલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને દસાડામાં વાવણી લાયક વરસાદ ન થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. માંડલ તાલુકાના ખેતરો આજે પણ વરસાદ માટે ઝંખી રહ્યા છે. સમગ્ર પથકમાં હજારો હેક્ટરના ખેતરો પાક વિના ખાલીખમ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ ખેતરમાં ખેડ કરીને તમામ તૈયારીઓ કરી લીધી છે પરંતુ વરસાદ ખેંચાતા ધરતીપૂત્રો ચિંતામાં મૂકાયા છે. 

વરસાદ ખેંચતા કાગ ડોળે રાહ જોતો જગતનોતાત
 માંડલ, પાટડી અને દસાડા વિસ્તારના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે. જેમાં તેઓ કપાસ, જુવાર, એરંડા જેવા પાકોની ખેતી વરસાદ આધારિત છે. જો કે એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં પાણી તરબોળ છે, જ્યારે માંડલ પાટડી દસાડા પથકમાં ખેતરમાં એક ટીપું પણ પાણી ન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદ ખેંચતા ખેડૂતો કાગ ડોળે વરસાદની રાહ જુએ છે. આ વિસ્તારમાં હજારો હેકટર જમીનમાં કપાસ, મગફળી અને જુવારનો પાક થતો હોય છે. ખેડૂતો મોંઘું ડીઝલ અને પેટ્રોલ બાળી પ્રત્યેક વીઘામાં વાવણી પહેલા એક હજારથી પંદરસો રૂપિયા ખર્ચો કરીને વાવેતરની તૈયારી કર્યાનું જણાવી રહ્યા છે. જો એકાદ સપ્તાહમાં વરસાદ ન આવે તો ખેડૂતોનો ખર્ચ એળે જાય અને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ