બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Railway manipulated income figures to improve financial statement

ચિંતાજનક / CAGનો ગંભીર ખુલાસો; રેલવેએ ખોટા આંકડો આપીને આર્થિક સ્થિતિ સધ્ધર દેખાડી

Shalin

Last Updated: 07:30 PM, 24 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CAGએ ભારતની રેલવેની દશા ઉપર ચિંતા જતાવી છે. CAGનું કહેવું છે કે રેલવેએ પોતાની આર્થિક સ્થિતિને સુધરેલી બતાવવા માટે પોતાની ભવિષ્યની કમાણીને પોતાના ખાતામાં જોડી દીધી છે.

CAGએ પોતાનો રિપોર્ટ બુધવારે સંસદમાં આપ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવેનો વર્ષ 2018-19માં ઓપરેટિંગ રેશિયો 97.27 હોવાનું જણાવ્યું હતું. જો કે રેલવેનો ટાર્ગેટેડ ઓપરેટિંગ રેશિયો 92.8 હોવાનું જણાવાયું હતું. ત્યાર પછી પણ જે આંકડા રેલવે તરફથી દેખાડવામાં આવ્યા છે તે ખોટા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. 

ભવિષ્યની કમાણીના આંકડા પણ સામેલ કરી દેવાયા 

રેલવેએ તેના ખાતામાં NTPC અને CONCOR પાસેથી ભવિષ્યમાં મળવાપાત્ર 8,351 કરોડ ભાડુ ઉમેરી દીધું હતું. આ રીતે ખાતામાં રેલ્વેની આવક વધુ દર્શાવવામાં આવી છે. જો આ કરવામાં આવ્યું ન હોત તો વર્ષ 2018 માટે રેલ્વે ઓપરેટિંગ રેશિયો 101.77 હોત. એટલે કે આ દરમિયાન રેલ્વે 100 રૂપિયાની આવક માટે લગભગ 102 રૂપિયા ખર્ચ કર્યા છે. રેલવે ઓપરેટિંગ રેશિયોથી રેલવેની આર્થિક સ્થિતિ સમજી શકાય છે.

ફાયદો નહીં 7 હજાર કરોડથી વધારેનું નુકશાન 

CAG પ્રમાણે કમાણીના આંકડાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ રીતે રેલવેએ પોતાનો ફાયદો 3773.86 કરોડ દેખાડવામાં આવ્યો છે જયારે વાસ્તવિકતામાં નાણાકીય વર્ષમાં તેનો ગ્રોથ નેગેટિવ રહ્યો છે. CAGએ પોતાના અહેવાલમાં કહેવા પ્રમાણે જો સાચા આંકડામાં જોવા જઈએ તો તેને 7335 કરોડનું નુકશાન થયું છે.

રેલવેને LICની લોન પણ મળી નથી 

CAGએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રેલવેએ 2015-16માં LIC સાથે 5 વર્ષ માટે 1.5 લાખ કરોડની લોન લેવાનું નક્કી કર્યું હતું. આ રકમ 2015 થી 2020ની વચ્ચે મળી જવી જોઈતી હતી. પરંતુ 2015 થી 2019 સુધી ફક્ત 16,200 કરોડ  રૂપિયા જ મળ્યા છે. 

રેલવે પ્રોજેક્ટ્સને પુરા કરવામાં થતા વિલંબથી ચિંતિત 

આ ઉપરાંત અહેવાલમાં રેલવે પ્રોજેક્ટ્સને પુરા કરવામાં થતા વિલંબથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે ઝોનલ રેલવેની કાબેલિયત ઉપર સવાલ ઉભા થયા છે. આ ઉપરાંત રેલવે બોર્ડ ઉપર પણ નિશાન સાધવામાં આવ્યું છે. 

કોલસાના પરિવહનથી રેલવે સૌથી વધુ કમાણી કરે છે

CAGનું કહેવું છે કે રેલવે કોલસાના પરિવહનથી સૌથી વધુ કમાણી કરે છે. આ તેની આવકનો અડધો ભાગ છે. રેલવે કોલસાના પરિવહન પર ખૂબ જ નિર્ભર છે અને તેમાં કોઈ પણ ફેરફાર તેની આવક પર ભારે અસર કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ