બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Rahul Gandhi refused to shift to the old bungalow
Priyakant
Last Updated: 03:28 PM, 24 August 2023
રાહુલ ગાંધીએ પોતાના જૂના બંગલામાં શિફ્ટ થવા ઇનકાર કર્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તેમને તેમનું જૂનું આવાસ આપવામાં આવ્યું હતું. જોકે હવે સામે આવ્યું છે કે, રાહુલ ગાંધી પોતે 12 તુગલક લેન સ્થિત આ બંગલામાં શિફ્ટ થવા માંગતા નથી. આ અંગે તેમણે હાઉસિંગ કમિટીને પત્ર લખીને જાણ પણ કરી છે. જણાવી દઈએ કે આ બંગલો રાહુલ ગાંધીને 19 વર્ષ પહેલા અમેઠીના સાંસદ તરીકે આપવામાં આવ્યો હતો.
12 તુગલક લેન ખાતે ટાઈપ 7 બંગલો
દિલ્હીણા 12 તુગલક લેન ખાતેનો આ બંગલો ટાઈપ-7નો છે. ટાઈપ 7 બંગલોનો વિસ્તાર દોઢ એકર વચ્ચે છે. ટાઇપ 8 બંગલોની સરખામણીમાં તેમાં એક બેડરૂમ ઓછો (4 બેડરૂમ) છે. આવા બંગલા અશોકા રોડ, લોધી એસ્ટેટ, કુશક રોડ, કેનિંગ લેન, તુગલક લેન વગેરેમાં છે. આ પ્રકારના બંગલા વરિષ્ઠ સંસદસભ્યો, રાજ્યકક્ષાના મંત્રીઓ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશોને ફાળવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી પાસે હજી આ વિકલ્પ
સૂત્રોના જણાવ્યા અનુસાર હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને સાત સફદરગંજ બંગલા અને ત્રણ સાઉથ એવન્યુ બંગલાનો વિકલ્પ આપ્યો છે. રાહુલ ગાંધીની ટીમના લોકોએ બંને બંગલાનું નિરીક્ષણ પણ કર્યું છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. વાસ્તવમાં તેમની ટીમ સુરક્ષા માટે બંગલાની પણ તપાસ કરી રહી છે કારણ કે, રાહુલ પાસે પણ Z પ્લસ સુરક્ષા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર