બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / Rahul Gandhi ran to Kejriwal's help, called the family and gave information

દિલ્હી / કેજરીવાલની મદદે દોડ્યાં રાહુલ ગાંધી, પરિવારને ફોન કરીને આપી આ માહિતી

Priyakant

Last Updated: 10:07 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Arrest Latest News: રાહુલ ગાંધી આવતીકાલે કેજરીવાલ અથવા તેમના પરિવારને વધુ કાનૂની સહાયની ઓફર કરવા માટે મળવાનો પ્રયાસ કરશે

Arvind Kejriwal Arrest : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગઇકાલે રાત્રે ધરપકડ બાદ એક બાદ એક નવી અપડેટ સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ પર વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ED દ્વારા ધરપકડ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલના પરિવારનો સંપર્ક કર્યો હતો.

ન્યૂઝ એજન્સી ANIએ પાર્ટીના સૂત્રોને ટાંકીને કહ્યું કે, રાહુલ ગાંધીએ કેજરીવાલના પરિવારને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી આવતીકાલે કેજરીવાલ અથવા તેમના પરિવારને વધુ કાનૂની સહાયની ઓફર કરવા માટે મળવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને દાવો કર્યો કે, એક ડરેલો તાનાશાહ મૃત લોકશાહી ઈચ્છે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ "X" પર પોસ્ટ કર્યું કે, ડરેલા સરમુખત્યાર, મૃત લોકશાહી બનાવવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે, મીડિયા સહિત તમામ સંસ્થાઓને કબજે કરવી, પાર્ટીઓ તોડવી, કંપનીઓ પાસેથી નાણાંની ઉચાપત કરવી, મુખ્ય વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવું 'શૈતાની શક્તિ' માટે ઓછું હતું હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત છે. તેમણે કહ્યું કે INDIA ગઠબંધન આનો જડબાતોડ જવાબ આપશે.

વધુ વાંચો: બિહારમાં મોટી દુર્ઘટના, નદી પરનો પૂલ તૂટતાં 40થી વધુ લોકો દબાયાં, 1નું મોત

નોંધનીય છે કે, EDએ ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી અને તેમને તેમની ઓફિસ લઈ ગયા હતા. તેમની ધરપકડ દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકને એજન્સી દ્વારા કોઈપણ જબરદસ્તી કાર્યવાહીથી રાહત આપવાનો ઇનકાર કર્યાના કલાકો બાદ કરવામાં આવી હતી. પદ પર રહીને મુખ્યમંત્રીની ધરપકડનો આ પહેલો કિસ્સો છે. AAPએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલની ધરપકડ પર તીખી પ્રતિક્રિયા આપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ