બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / More than 40 people trapped, 1 dead as pool on river collapses in Bihar

દર્દનાક / બિહારમાં મોટી દુર્ઘટના, નદી પરનો પૂલ તૂટતાં 40થી વધુ લોકો દબાયાં, 1નું મોત

Priyakant

Last Updated: 09:50 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Bridge Accident Latest News: ડીએમએ કહ્યું, મૃતકોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને પણ મદદ કરવામાં આવશે

Bihar Bridge Accident : બિહારથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિહારના સુપૌલ જિલ્લામાં આજે સવારે એક મોટો પુલ અકસ્માત થયો હતો. અહીં આવેલ કોસી નદી પર બની રહેલા બકૌર પુલનો મોટો ભાગ તૂટીને નીચે પડી ગયો છે. આ તરફ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 9 લોકો ઘાયલ થયા છે. સ્લેબ નીચે 40 થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે આ દેશનો સૌથી મોટો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ છે.

સમગ્ર ઘટનાની માહિતી આપતાં સુપૌલના ડીએમએ જણાવ્યું કે, આ ઘટના સવારે 7.30 વાગ્યે બની હતી. જેમાં 9 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. મૃતકોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને પણ મદદ કરવામાં આવશે. સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. NDRF અને સ્થાનિક પોલીસની ટીમો તૈનાત છે. અકસ્માતનું કારણ તપાસનો વિષય છે.

કઈ રીતે બની દુર્ઘટના ? 
ઘટનાસ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ થાંભલાના ગાર્ટર પડી જવાને કારણે આ મોટી દુર્ઘટના બની છે. પિલર નંબર 50, 51 અને 52ના ગાર્ટર્સ નીચે પડી ગયા. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જો તેમની વાત માનવામાં આવે તો લગભગ 40 લોકો દફનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો: ભૂતાનના પારો એરપોર્ટ પર PM મોદીનું દબદભાભેર સ્વાગત, ખુદ રાજા સામે આવ્યાં

તમને જણાવી દઈએ કે બકૌર બ્રિજ દેશનો સૌથી લાંબો નિર્માણાધીન રોડ બ્રિજ છે. જે લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે. 10.2 કિમી લાંબા મહાસેતુનું નિર્માણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આ પુલ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે. આ પુલ બે એજન્સીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગેમન ઈન્ડિયા અને ટ્રાન્સ રેલ લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની આ ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે. તે સુપૌલના બકૌર અને મધુબની જિલ્લાના બેજા વચ્ચે બનાવવામાં આવી રહ્યું છે. લકાણન પુલ દુર્ઘટના બાદ બાંધકામ એજન્સીઓ પર સવાલો ઉભા થયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ