બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / સુરત / Rahul Gandhi is coming to Surat with a special legal team from Delhi regarding the defamation case

સુરત / રાહુલ ગાંધી સજાના ચુકાદાને સેશન્સમાં પડકારશે, કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, અનેકને કરાયા નજર કેદ, શું કહ્યું ભાજપ-કોંગ્રેસના નેતાઓએ

Malay

Last Updated: 12:38 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાનિ કેસ મામલે દિલ્હીથી સ્પેશિયલ લીગલ ટીમ સાથે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે, ત્યારે આજે સુરત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને નજરકેદ કરાયા છે. તો પોલીસ દ્વારા લોંખડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

  • સુરત કોર્ટ કેમ્પસમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
  • 200થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો 
  • રોડ પર પણ રાહુલ ગાંધીની તરફેણના પોસ્ટર લગાવાયા
  • બીજી તરફ કોર્ટમાં વાહનો અને લોકોનું પણ થઈ રહ્યું છે ચેકિંગ

સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધી દિલ્હીના દિગ્ગજ વકીલ અને નેતાની ટીમ સાથે સુરત આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરતમાં હાજરી આપશે. જેના કારણે સુરત કોર્ટ કેમ્પસમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

રાહુલ ગાંધીની ફાઈલ તસવીર

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 
સુરક્ષાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોર્ટમાં 200થી વધારે પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. તો સુરત એરપોર્ટથી લઇ સર્કિટ હાઉસ સુધીના રસ્તા પર ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીએ આપેલા સૂત્ર ડરો મત, સત્યમેવ જયતે જેવા વિવિધ પ્રકારના સૂત્રો સાથે લગાવામાં આવ્યા છે. બીજી તરફ કોર્ટમાં વાહનો અને લોકોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે.

કોંગી નેતાઓને કરાયા નજરકેદ
રાહુલ ગાંધીના આગમન પહેલા સુરત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને નજરકેદ કરાયા છે. રાહુલ ગાંધીના આગમન પહેલાં કોગ્રેસ જિલ્લાના પ્રમુખ અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સ્વાતિ પટેલને પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે. સ્વાતિ પટેલને બારડોલીમાં નજરકેદ કરાયા છે. સ્વાતિ પટેલ બારડોલીથી સુરત આવવાના હતા. સ્વાતિ પટેલે કહ્યું કે, અમે વિરોધ   કે આંદોલન માટે ભેગા થવાના નહોતા, અમારા નેતાના સમર્થનમાં એમનો જુસ્સો વધારવા એકત્ર થવાના હતા. આ રીતે નજરકેદ કરીને આ તાનાશાહી સરકાર ખોટું કરી રહી છે.

આગેવાનોને નજરકેદ કરાયા

ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ સુરત પહોંચી ગયા છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સર્કિટ હાઉસ પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાનૂની લડત દ્વારા રાજકીય લડત લડી રહી છે. ચુકાદો આપવામાં આવ્યા બાદ સંસદ પદ રદ કરવામાં આવ્યું છે. આ વાતને લઈને જન આંદોલન થવું વ્યાજબી છે. દેશમાં મોટી સમસ્યા આવી જવાની હોય તે રીતે લોકશાહીની સામે ખતરો ઊભા કરી રહ્યા છે. દેશમાંથી લોકશાહી ખતમ થઈ જશે તેઓ દેખાવ કરીને તેઓ સત્તાનો ઉપયોગ આજે કરી રહ્યા છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા. નફરત છોડો અને ભારત જોડોની વાત કરી. જન આંદોલનનો પડખો અને ચોક્કસથી ખાતરી છે કે આ વખતે કર્ણાટકની જનતા ભાજપને પછાડી કરવાની છે.

ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ નેતા)

આજે કોંગ્રેસ સુરતમાં નાટક કરશેઃ સંબિત પાત્રા
ભાજપ નેતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. તેઓએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું છે. આજે કોંગ્રેસ સુરતમાં નાટક કરશે. રાહુલ ગાંધી અપીલ કરવા માટે આખા પરિવાર સાથે સુરત જશે. રાહુલ ન્યાય પ્રણાલી પર દબાવ નાખવાનો પ્રયાસ કરે છે. સંબિત પાત્રાએ પૂછ્યું કે, રાહુલ સાથે અન્ય રાજ્યના CM સુરત કેમ જાય છે?

શું હતો સમગ્ર મામલો? 
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. કર્ણાટકમાં એક ચૂંટણીની રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરનેમને ચોર ગણાવી હતી. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમ મામલે માનહાનિનો કેસ કર્યો હતો અને સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતાં. જે મુદ્દે રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ