બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Bardoli Janasabha

Bharat Jodo Nyay Yatra / રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં છેલ્લો દિવસ, જાણો શેડ્યૂલ

Ajit Jadeja

Last Updated: 09:10 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં ચોથો અને છેલ્લો દિવસ છે. માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની રાહુલ ગાંધી મુલાકાત લેશે. તેમજ બારડોલીમાં સ્વાગત અને કોર્નર મિટિંગનું પણ આયોજન કરાયું છે.

Bharat Jodo Nyay Yatra: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાહુલની ન્યાય યાત્રાથી કોંગ્રેસના કાર્યકરોમાં નવા જોમ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં ચોથો અને છેલ્લો દિવસ છે. આજે માંડવીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની રાહુલ ગાંધી મુલાકાત લેશે. તેમજ બારડોલીમાં સ્વાગત અને કોર્નર મિટિંગનું પણ આયોજન કરાયું છે. તેમજ વ્યારાના સોનગઢથી ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

બારડોલીમાં રાહુલ ગાંધીની કોર્નર બેઠકનું આયોજન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે છેલ્લો દિવસ છે. ચોથા દિવસે આજે  રાહુલ ગાંધી સોનગઢ પાસે આવેલા માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બારડોલીમાં રાહુલ ગાંધીની કોર્નર બેઠકનું આયોજન કરાયું છે. રાહુલ ગાંધી બારડોલીમાં કોર્નર બેઠકમાં વિવિધ સ્થાનિક આગેવાનો, કોંગ્રેસ નેતાઓ અને આદિવાસી સમાજના મુદ્દાઓને લઇ ચર્ચા કરશે. ત્યાર બાદ વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરાયું છે. જે બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. મહત્વનું છેકે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ન્યાય યાત્રા 17 માર્ચે મુંબઇ પહોંચશે. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વાર તમામ વિપક્ષી ગઠબંધનના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓને આમંત્રણ અપાયું છે. 17 માર્ચે મુંબઇમાં વિશાળ જનસભા સાથે રાહુલ ગાંધીની ન્યાયયાત્રાની પૂર્ણાહૂતિ થનાર છે.

મુમતાઝ પટેલ ન્યાય યાત્રામાં ગેરહાજર

ગઇકાલે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાથે રાહુલ ગાંધી ભરૂચ પહોચ્યા હતા. આ યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમની સાથો સાથ જોડાઈ રહ્યા છે. પરંતુ અહી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ યાત્રામાં હાજર ન હતા. આ બંને અહેમદ પટેલના સંતાનો છે.  અહેમદ પટેલ ગાંધી કુંટુબના નજીકના વ્યક્તિ હતા પરંતુ તેમના નિધન બાદ ગાંધી કુટુંબ અને અહેમદ પટેલના પરિવાર વચ્ચે મડાગાંઠ જોવા મળી રહી છે. નોધનીય છે કે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ ભરૂચ બેઠક પર ચુંટણી લડવા ઇચ્છતા હતા પરંતુ કોંગ્રેસ અને આપના ગઠબંધનને કારણે આ બેઠક આપને ફાળવવામાં આવી છે જેને લઇને તેઓ નારાજ છે.  આ યાત્રા ભરૂચ પહોચી ત્યારે ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયા ત્યાં હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધીનું તેમણે સ્વાગત કર્યું હતું. 

ગઠબંધનમાં ભરૂચ બેઠક પર AAPના ઉમેદવાર

ભરૂચ બેઠક પરથી મુમતાઝ પટેલ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી AAPના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારથી મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલ નારાજ થઇ ગયા છે. આ નારાજગીને કારણે તેઓ ગેરહાજર રહ્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતાના બંને સંતાનોની ગેરહાજરીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

વધુ વાંચોઃમમતા સરકારનું મોટું એલાન, પ્રથમ વાર રામ નવમી પર કરાઇ એવી જાહેરાત કે ભક્તો થઇ ગયા ખુશખુશાલ

આદિવાસી વોટબેંક પર કોંગ્રેસની નજર

લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપી 26 સીટો ગુજરાતની જીતવા માટે રણનિતિ તૈયાર કરી છે ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજી રહ્યા છે અને તેમણે ખાસ કરીને આદિવાસી મતદારો સુધી પહોચવાના પ્રયાસો કર્યા છે. આદિવાસી વોટબેંક કોંગ્રેસ તરફી રહે તે માટે રાહુલ ગાંધી આગળ વધી રહયા છે અને ભાજપની 26 સીટ જીતીને એડ્રીક કરવાની રણનિતિને કોંગ્રેસ તોડવા માગે છે. પરંતુ બદલાતા જતાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને માટે આ ગઢ જાળવી રાખવાના પડકાર ઊભા થયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ