બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Rahul Gandhi again targeted PM Modi government and BJP

રાજકારણ / ભાજપને એવો વિશ્વાસ છે કે તેની સત્તા જળવાઇ રહેશે પરંતુ કોંગ્રેસ....: બ્રિટનના પ્રવાસ ટાણે રાહુલ ગાંધીનો કટાક્ષ

Malay

Last Updated: 08:41 AM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનમાં આયોજિત ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. જેના પર ભાજપે તેમના પર વળતા પ્રહારો કર્યા છે.

 

  • રાહુલ ગાંધીએ ફરી સાધ્યું PM મોદી પર નિશાન
  • કાયમ સત્તામાં નહીં રહે ભાજપઃ રાહુલ ગાંધી
  • ભાજપે પણ રાહુલ ગાંધીના પ્રહારોનો જવાબ આપ્યો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોમવારે (6 માર્ચ)એ લંડનમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિશ્વાસ છે કે તે કાયમ ભારતમાં સત્તામાં બની રહેશે, પરંતુ એવું નથી અને કોંગ્રેસ ખતમ ગઈ છે તેવું કહેવું એક હાસ્યાસ્પદ વિચાર છે.

UPA સરકારની નિષ્ફળતાઓ પણ જણાવી
તેમના અઠવાડિયાના યુકે પ્રવાસના છેલ્લા દિવસે સોમવારે સાંજે ચૈથમ હાઉસ થિંક ટેન્કમાં એક વાતચીત સત્રને સંબોધતા રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારની નિષ્ફળતાની પાછળના કારણો પણ જણાવ્યા.

કોંગ્રેસ પણ 10 વર્ષ સુધી સતત રહી હતી સત્તામાં
રાહુલ ગાંધીએ કહ્યું, "જો તમે આઝાદીથી લઈને અત્યાર સુધીના સમયને જુઓ છો, તો કોંગ્રેસ પાર્ટી વધારે સમય સત્તામાં રહી છે. ભાજપના સત્તામાં આવ્યા પહેલા અમે 10 વર્ષ સત્તામાં હતા. ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે તે ભારતમાં સત્તામાં આવી છે અને હંમેશા માટે તે સત્તામાં રહેશે, આવું ક્યારેય નહીં થાય.''

UPA 2014માં ક્યાં ચૂકી
કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ભારતમાં થઈ રહેલા ફેરફારોની તરફ પણ ઈશારો કર્યો, જેણે કોંગ્રેસ અને યુપીએ સરકારને આશ્ચર્યચકિત કરી દીધી હતી, જેમ કે ગ્રામીણથી શહેરીમાં ફેરફાર. તેમણે કહ્યું, “અમે ગ્રામીણ ક્ષેત્ર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને અમે શરૂઆતમાં શહેરી ક્ષેત્રમાં ચૂકી ગયા, આ એક હકીકત છે. પરંતુ એવું કહેવું કે ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, તે ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે.'

ભાજપે પણ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ ગાંધીના પ્રહારોનો જવાબ આપ્યો છે. ભાજપે રાહુલ ગાંધી પર ચીનના વખાણ કરતા વિદેશી ધરતી પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું, "ભારત સાથે દગો ન કરો, રાહુલ ગાંધીજી. ભારતની વિદેશ નીતિ પર વાંધાઓ આ મુદ્દાની તમારી નબળી સમજણનો પુરાવો છે. તમે વિદેશની ધરતી પરથી ભારત વિશે જે જૂઠ ફેલાવ્યું છે તેના પર કોઈ વિશ્વાસ કરશે નહીં.'' અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાની નિષ્ફળતાઓ છુપાવવાના ષડયંત્રના ભાગરૂપે વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનો સહારો લીધો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ