બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Punjab election result navjot singh siddhu statement on charanjit singh channi

પંજાબ પોલિટિક્સ / હાર થતા કોંગ્રેસ અંદરોઅંદર બાખડી, સિદ્ધુ કહ્યું- મને નીચો બતાવનારા કુવામાં ખાબક્યા, તો નેતાઓએ આપ્યો જડબાતોડ જવાબ

Pravin

Last Updated: 04:59 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં મળેલી કારમી હારને લઇને કોંગ્રેસમાં ભારે ઉહાપોહ શરૂ થઇ ચૂક્યો છે. હારને લઇને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ આમને સામને આવી ગયા છે.

  • પંજાબમાં કોંગ્રેસની થઇ છે કારમી હાર
  • માત્ર 18 સીટો પર કોંગ્રેસનો થયો વિજય
  • વધુ એક રાજ્ય કોંગ્રેસે પોતાના હાથમાંથી ખોયું

પંજાબમાં કારમી હાર બાદ નવજોત સિદ્ધુએ કહ્યું કે, આ ચૂંટણી પરિવર્તન માટેની હતી. લોકોએ એક મહાન નિર્ણય કર્યો છે. લોકોએ સત્તા પરિવર્તન માટે મત આપ્યો છે. વિનમ્ર ભાવે પ્રજાનો આદેશ સ્વીકારવો જોઇએ. પંજાબના ઉત્થાન માટે કામ કરવું પડશે.  

'મને નીચો બતાવનારા ખુદ કુવામાં ખાબક્યા'
સિદ્ધૂએ ઇશારાઓમાં ચરણજીતસિંહ ચન્ની પર કટાક્ષ કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, જે લોકો મને નીચો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જુઓ તે તમામ મુખ્યમંત્રી રહી ચૂકેલા લોકો ખુદ જ નીચે આવી ગયા છે અને કુવામાં ખાબક્યા. સાથે જ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ પંજાબની જનતાને અભિંનદન આપે છે કે તેમણે રૂઢિગત રાજનીતિ અને પાર્ટીઓને છોડીને પંજાબમાં એક નવો ઑપ્શન પસંદ કર્યો. પંજાબની રાજનીતિ બદલાવની હતી અને પંજાબના લોકોને અભિનંદન આપું છું કે તેમણે સુંદર નિર્ણય લીધો. જેવું બીજ વાવશો તેવું ફળ મેળવશો.

'સિદ્ધૂ લગામ વગરનો ઘોડો'
ત્યારે પંજાબના ત્રણ પૂર્વ કેબિનેટ મંત્રીઓને સિદ્ધુએ બેલગામ ઘોડા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, સિદ્ધુએ કોંગ્રેસનું પોલિટિકલી મર્ડર કરી નાખ્યું છે અને કોંગ્રેસને બરબાદ કરી દીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બહુ પહેલા જ ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસ પાર્ટીની સરકારના કામકાજ પર સવાલ ઉભા કરવા પર સિદ્ધુને બહારનો રસ્તો દેખાડવો જોઇતો હતો.

સિદ્ધુના DNAમાં જ કોંગ્રેસ નથી
પૂર્વે નાયબ મુખ્યમંત્રી સુખજિંદરસિંહ રંધાવાએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધુના ડીએનએમાં જ કોંગ્રેસ નથી. તેમણે કોંગ્રેસનું કલ્ચર નથી ખબર. કોંગ્રેસને ભાજપથી સીખ લેવી જોઇએ કે બહારથી બીજી પાર્ટીઓ છોડીને ભાજપમાં આવનારા મંત્રી, ધારાસભ્ય કે સાંસદ ભલે બનાવી દે પરંતુ સંગઠનમાં જૂના ભાજપ નેતાઓને જ જગ્યા આપે. પરંતુ અહીં કોંગ્રેસે તો નવજોતસિંહ સિદ્ધુને અધ્યક્ષ બનાવીને આખી થાળી પિરસીને રાખી દીધી અને તેમણે પોતાની નિવેદનબાજીથી કોંગ્રેસના રાજકારણનું મર્ડર કરી નાખ્યું અને કોંગ્રેસને બરબાદ કરી નાખી. નવજોત લગામ વગરના ઘોડા જેવા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ