બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Public uproar in Himmatnagar, MLA held the walk saying keep calm

આક્ષેપ / VIDEO: 'નહીં ચાલે ભાઈ, હવે કઈ રીતે જીતો છો એ જોઈશું...', હિંમતનગરમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ શાંતિ રાખો કહીને ચાલતી પકડી

Vishal Khamar

Last Updated: 12:57 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ચૂંટાયેલા નેતાઓ હવે ખાતમુર્હતનાં કામ કરવામાં વ્યસ્ત બન્યા છે. હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી રહીશોની રજૂઆત પણ ધારાસભ્ય દ્વારા વાત ધ્યાન ઉપર ન લેતા આજે ધારાસભ્યએ મહિલાઓનાં રોષનો ભોગ બનવું પડ્યું હતું.

  • હિંમતનગરમાં મહિલાઓના રોષનો ભોગ બન્યા નેતાજી 
  • MLA વી. ડી. ઝાલાનો સ્થાનિક મહિલાઓએ કર્યો વિરોધ 
  • 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોનો વિરોધ 

સાબરકાઠાનાં હિંમતનગરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા મહિલાઓનાં રોષનો ભોગ બન્યા હતા. ધારાસભ્ય વી.ડી.ઝાલા 1 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં ખાતમુર્હત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલાનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. જેમાં હિંમતનગરનાં રણછોડરાય નગરમાં ધારાસભ્યોનો મહિલાઓએ વિરોધ કર્યો હતો. છેલ્લા 12 વર્ષ જેટલો સમય થવા છતાં ફાઈનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. 

ધારાસભ્યને મુર્હૂર્ત વિધિ પતાવી ચાલતી પકડી
આ બાબતે મહિલાઓએ જણાવ્યું હતું કે મોટા માથાઓનાં મકાનો હોવાથી ટીપી રોડનું સ્થાન બદલાયાનો આક્ષેપ કર્યો હતો. તેમજ પાલિકા સહિત સંગઠનની હાજરીમાં સોસાયટીની મહિલાઓએ વિરોધ કર્યો હતો. ધારાસભ્ય ખાતમુર્હૂર્ત વિધિ કરી રહ્યા હતા. ત્યારે સોસાયટીની મહિલાઓએ આવી ધારાસભ્યનો વિરોધ કર્યો હતો. ત્યારે મહિલાઓનો રોષનો ભોગ બનેલા ધારાસભ્યએ મુર્હૂર્તવિધિ પતાવી ચાલતી પકડી હતી. 

વધુ  વાંચોઃ VIDEO: 'નહીં ચાલે ભાઈ, હવે કઈ રીતે જીતો છો એ જોઈશું...', હિંમતનગરમાં જનતાનો હલ્લાબૉલ, ધારાસભ્યએ શાંતિ રાખો કહીને ચાલતી પકડી

કોઈ રહીશને નુકશાન થતું હશે તો ચર્ચા કરી પ્રશ્નનો હલ લાવવામાં આવશેઃ વી.ડી.ઝાલા (ધારાસભ્ય)
આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે રહીશોએ લેખિત રજૂઆત કરી છે.  તેમજ ધારાસભ્ય વી.ડી.ઝાલાએ પણ જણાવ્યું હતું કે રહીશોનો કોઈ પણ રીતે નુકશાન થાય તેવો કોઈ ઈરાદો ન હોય. તેમજ રોડની પહોળાઈ 12 મીટર કરાઈ છે. જેનો ફાયદો રહીશોને જ મળવાનો છે. તેમજ જો કોઈને નુકશાન થતું હશે તો આ બાબતે ચર્ચા કરી તે પ્રશ્નનો હલ લાવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ