બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / prime minister narendra modi addressed the bjp parliamentary party meeting

BIG NEWS / PM મોદી એક્શનમાં ! સાસંદોને કહ્યું- તમારા મત વિસ્તારમાં જાઓ અને તાત્કાલિક અસરથી શરૂ કરો આ કામગીરી

Pravin

Last Updated: 12:22 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું હતું. જેમાં પીએમે તમામ સાંસદોને પોતપોતાના વિસ્તારમાં જઈને જનહિતના કાર્યો કરવાના સ્પષ્ટ આદેશ આપી દીધા છે.

  • પીએમ મોદીએ સાંસદોને આપ્યો આ ટાર્ગેટ
  • પોતપોતાના વિસ્તારમાં જઈને આ કામ કરવાના રહેશે
  • ભાજપના સ્થાપના દિવસે થશે મોટા આયોજનો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે જળ સંરક્ષણ પર ભાર આપતા કહ્યું કે, સાંસદ પોતાના વિસ્તારોમાં જળાશયોની પ્રગતિ પર કામ કરે. તેમણે વધુમાં કહ્યું છે કે, તે આગામી 15 દિવસ સુધી પોતાના વિસ્તારમાં રહે. ત્યાંના તળાવ અને વોટર બોડીઝને સુધારવાનું કામ કરે. પીએમ મોદીએ કહ્યું કે, કાલે છ એપ્રિલે પાર્ટીનો સ્થાપના દિવસ છે. તેથી જે પાર્ટીની નીતિઓ છે, તેને સાંસદ પોતાના વિસ્તારમાં પહોંચાડે. જનતાના હિતમાં ચલાવામાં આવેલા સરકારી કાર્યક્રમોની જાણકારી તેમને આપે. 

છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાના આદેશ

સૂત્રોએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીએ સાંસદોને સ્થાપના દિવસના પખવાડીયા અંતર્ગત પોત-પોતાના સંસદીય વિસ્તારમાં દરરોજ એક મોટુ આયોજન કરીને સમાજના છેવાડાના માનવી સુધી સામાજીક ન્યાય પહોંચાડે. બેઠકમાં કેન્દ્રયી ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેટલાય વરિષ્ઠ નેતાઓ અને પાર્ટીના સાંસદો હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ દરમિયાન સામાન્યત: દરેક મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક મળે છે. હાલના બજેટ સત્ર દરમિયાન સંસદીય દળની આ અંતિમ બેઠક હતી.

કોંગ્રેસની સંસદીય દળની બેઠક પણ મળી

 તો વળી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આજે કોંગ્રેસ સંસદીય દળની બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, સીડબ્લ્યુડી મીટીંગ ટૂંક સમયમાં બોલાવામાં આવશે. સાથે જ ટૂંક સમયમાં ચિંતન શિબિરનું આયોજન પણ થશે. તેમણે પાર્ટીની હાલની સ્થિતિ પર ભાર આપ્યો અને કહ્યું કે, સમય છે કે, કોંગ્રેસ નેતાઓ અંદરખાને રહેલા ડખ્ખા ભૂલી પાર્ટીને મજબૂત કરે. કારણ કે, દેશ માટે કોંગ્રેસ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ