બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / presidential elections 2022 results voting analysis gujarati news

EXPLAINED / દ્રોપદી મુર્મુની જીત નક્કી જ હતી પણ વિપક્ષ તો વિખેરાઈ જ ગયું, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો દાવ સફળ

Dhruv

Last Updated: 12:39 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની તરફેણમાં કુલ 14 રાજ્યોમાંથી 121 MLAs અને 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યાનો દાવો. ત્યારે જોઇએ ગુજરાતથી લઈને આસામ સુધી કેવું રહ્યું વોટોનું ગણિત.

  • ભારતને મળ્યા 15માં પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ
  • મુર્મુની તરફેણમાં 14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો દાવો
  • જુઓ ગુજરાતથી લઈને આસામ સુધી વોટોનું કેવું છે સંપૂર્ણ ગણિત

દેશમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રને 15માં રાષ્ટ્રપતિ તરીકે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ મળી ચૂક્યા છે કે જેઓ ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. આ ચૂંટણીમાં ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હાને ત્રીજા જ રાઉન્ડની ગણતરીમાં હરાવી દીધા. ત્યારે અહીં જોઇશું કે આખરે રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં ગુજરાતથી લઈને આસામ સુધીનું વોટોનું ગણિત કેવું રહ્યું અને કેવી રીતે વિપક્ષ ધડામ દઇને વિખેરાઈ ગયું.

2024ની ચૂંટણી પહેલા જ વિપક્ષ વિખેરાઈ ગયું

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષની હાર તો પહેલેથી જ નક્કી માનવામાં આવી રહી હતી પરંતુ વિપક્ષની જે રીતે ખરાબ હાર થઇ છે તે ખરેખર ચોંકાવનારી છે. આમ તો વિપક્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા એકતાની હવા બનાવવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ 2024ની ચૂંટણી પહેલાં જ વિપક્ષના પાટીયા પડી ગયા. જો કે, આમ તો વિપક્ષની એકતા ક્યાંય જોવા જ નથી મળી. કારણ કે વોટિંગ પહેલા જ વિપક્ષની હવા ત્યારે જ નીકળી ગઇ કે જ્યારે બીજેડી, જેડીએસ, જેએમએમ, વાઇએસઆર કોંગ્રેસ જેવાં અનેક બિન-NDA પક્ષ દ્રૌપદી મુર્મુના સમર્થનમાં આવી ગયા. પરંતુ બચેલા વિપક્ષી દળમાં જે રીતે ક્રોસવોટિંગ થયું છે તે ખરેખર જુસ્સો તોડી નાખ્યા બરાબર છે.

ગૃહરાજ્યમાં સિન્હાનું પ્રદર્શન સૌથી વધારે નિરાશાજનક

યશવંત સિન્હાનું સૌથી વધારે ખરાબ પ્રદર્શન તો પોતાના ગૃહરાજ્યમાં જ જોવા મળ્યું. કારણ કે, યશવંત સિન્હાને ગૃહરાજ્ય ઝારખંડમાં 81માંથી માત્ર 9 જ ધારાસભ્યોએ વોટ આપ્યા જ્યારે બીજી બાજુ દ્રૌપદી મુર્મુને તેમના ગૃહરાજ્ય ઓડિશામાં 147માંથી 137 ધારાસભ્યોના વોટ મળ્યા.

ગૃહરાજ્ય ઓડિસામાં મુર્મુને 137 ધારાસભ્યોએ વોટ મળ્યા

પશ્ચિમ બંગાળમાં ભાજપના 77 ધારાસભ્યો જીતીને આવ્યા હતા. 8 TMCમાં ચાલ્યા ગયા. બાકીના બચેલા 69 ધારાસભ્યોને ભાજપે ચૂંટણી પહેલા હોટલમાં રાખી વોટ નાખવાની ટ્રેનિંગ આપી. જ્યારે દ્રૌપદી મુર્મુને 71 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. એટલે કે બે વોટ વધારે મળ્યા. યશવંત સિન્હાને પોતાના ગૃહરાજ્ય ઝારખંડમાં 81માંથી માત્ર 9 જ ધારાસભ્યોના વોટ મળ્યા, જ્યારે દ્રૌપદી મુર્મુને પોતાના ગૃહરાજ્ય ઓડિશામાં 147માંથી 137 ધારાસભ્યોના વોટ પ્રાપ્ત થયા.

મોટા ભાગના રાજ્યોમાં વિપક્ષના ઉમેદવારે તેમની જ પાર્ટીના ધારાસભ્યોએ વોટ ન આપ્યા

ભાજપે  દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ચહેરાના આધારે વિપક્ષની એકતાને મોટો ફટકો માર્યો છે. મુર્મુની તરફેણમાં 14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો દાવો કરવામાં આવી રહ્યો છે. એમાંય ખાસ કરીને જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પક્ષ કે વિપક્ષમાં છે ત્યાં સૌથી વધારે ક્રોસ વોટિંગ થયું છે. એ સિવાય 17 સાંસદોએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે.

2022, 2023 અને 2024માં યોજાનારી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ માટે આ એક ખતરાની ઘંટડી કહી શકાય. અહીં રસપ્રદ બાબત એ છે કે ભાજપ જે રીતે દેશભરમાં મુર્મુની જીતની ઉજવણી કરી રહી છે, તેમાં પણ મોટો રાજકીય સંદેશ છે.

જુઓ બંને ઉમેદવારોને કયા રાજ્યમાંથી કેટલાં ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ?

પશ્ચિમ બંગાળમાં ભાજપના 77 ધારાસભ્યો જીતીને આવ્યા હતા. 8 TMCમાં ચાલ્યા ગયા. બાકીના બચેલા 69 ધારાસભ્યોને ભાજપે ચૂંટણી પહેલા હોટલમાં રાખી વોટ નાખવાની ટ્રેનિંગ આપી. જ્યારે દ્રૌપદી મુર્મુને 71 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. એટલે કે બે વોટ વધારે મળ્યા. યશવંત સિન્હાને પોતાના ગૃહરાજ્ય ઝારખંડમાં 81માંથી માત્ર 9 જ ધારાસભ્યોના વોટ મળ્યા, જ્યારે દ્રૌપદી મુર્મુને પોતાના ગૃહરાજ્ય ઓડિશામાં 147માંથી 137 ધારાસભ્યોના વોટ પ્રાપ્ત થયા.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને વિશ્વાસ મતમાં 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું જ્યારે દ્રૌપદી મુર્મુને ત્યાં 181 ધારાસભ્યોના મત મળ્યા. શિવસેનાના બંને જૂથોએ તેમને મત આપ્યો અને કેટલાક વિરોધ પક્ષોના ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ કર્યું.

મધ્યપ્રદેશમાં ભાજપના 130 અને કોંગ્રેસના 96 ધારાસભ્યો છે. ત્યાં પણ 146 ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મુને અને 79 ધારાસભ્યોએ યશવંત સિંહાને મત આપ્યો. એટલે કે 16 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું.

આસામમાં કુલ ધારાસભ્યોની સંખ્યા 126 છે, જેમાંથી 124 ધારાસભ્યોએ આ ચૂંટણીમાં વોટિંગ કર્યું અને બે ધારાસભ્યોએ કોઈ કારણોસર મતદાન ન કર્યું. આસામમાં ભાજપ અને તેના સાથી પક્ષોના ધારાસભ્યોની સંખ્યા 79 છે, પરંતુ દ્રૌપદી મુર્મુની તરફેણમાં 104 મત પડ્યા એટલે કે 25 ધારાસભ્યોએ મુર્મુની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું.

ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદથી કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની પ્રક્રિયા શરૂ છે એમ કહીએ તો કંઇ ખોટું નથી. ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બચી ગયેલા ઘણા ધારાસભ્યોએ આદિવાસી ઉમેદવારના નામે પાર્ટી લાઇનથી દૂર જઈ દ્રૌપદીની તરફેણમાં મતદાન કર્યું હતું.

ગઈકાલે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના સમર્થનમાં ગુજરાતમાંથી 10 વોટ વધુ પડ્યા છે એટલે કે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ મુર્મૂના સમર્થનમાં વોટ આપ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ અને ધારાસભ્યોની નારાજગી પર સવાલોનો મારો થઈ રહ્યો છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોની ઓળખ કરવામાં આવશે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. જેની કોંગ્રેસ દ્વારા ઓળખ થશે. આવા ધારાસભ્યોની ઓળખ કરવા માટે કમિટીની રચના કરાશે અને તેનો રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવશે. મહત્વનું છેરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા જ્યારે વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા. ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા   દેશમાં 17 સાંસદો, 104 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની વિગતો મળી રહી છે.

ગુજરાતમાં કોંગ્રેસના કયા MLAએ કર્યું ક્રોસ વોટિંગ?

હાલ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય એ છે કે કયા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું? ત્યારે સૂત્રો દ્વારા VTV ગુજરાતની મહત્વની માહિતી મળી રહી છે. ક્રોસ વોટિંગથી ગુજરાત કોંગ્રેસ ફરી એક વાર તૂટી શકે છે. ગુજરાતના સાત ધારાસભ્ય હાથ છોડી શકે છે. જેમાં સૂત્રો મુજબ પાલનપુરના MLA મહેશ પટેલે, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા, લલિત વસોયા, કિરીટ પટેલ, સંજય સોલંકી, કાલાવાડના ચિરાગ કાલરિયાએ ક્રોસ વોટિંગ કર્યું હોઈ શકે છે. મહત્વનું છે કે લલિત વસોયા, ચિરાગ કાલરિયા ભાજપ તરફી પ્રેમ જાહેર કરી ચુક્યા છે. કિરીટ પટેલ, સંજય સોલંકી પણ ભાજપ તરફી કુણ વલણ રાખી રહ્યાં છે.

રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી દ્રૌપદી મુર્મુની તરફેણમાં 75 મત પડ્યા. જ્યારે ભાજપ પાસે અહીં માત્ર 70 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં પાંચ વધારાના મત મળ્યા કહેવાય.

મધ્યપ્રદેશની સાથે છત્તીસગઢમાં પણ 2023માં એક વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ રાજ્યમાં આદિવાસી સમાજનો સારો એવો પ્રભાવ છે. અહીં કોંગ્રેસની સરકાર છે. જેમાં કોંગ્રેસના 69 ધારાસભ્યો છે, પરંતુ અહીં ભાજપને છ વધારાના મત મળ્યા. એવું કહેવાઇ રહ્યું છે કે અહીંયા છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેમાંથી બે મત કોંગ્રેસના ફાળે જાય છે.

ઉત્તર પ્રદેશમાં તો પહેલા દિવસથી જ નક્કી થઈ ગયું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ નિશ્ચિત છે. યુપીમાં વિપક્ષના લગભગ 12 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરવાનો અહીં દાવો કરવામાં આવી રહ્યો છે.

આ છ રાજ્યોમાં પણ થયું ક્રોસ વોટિંગ

બિહારમાં 6, ગોવામાં 4, હિમાચલમાં 2, મેઘાલયમાં 7, અરુણાચલ અને હરિયાણામાં એક-એક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું.

જુઓ ભાજપને શું ફાયદો થશે?

  • આદિવાસી પ્રભાવિત રાજ્યોમાં ભાજપને ફાયદો થશે
  • દલિત અને બાદમાં આદિવાસી રાષ્ટ્રપતિ બનાવી પછાત વર્ગને આગળ લઈ જવાનો મેસેજ
  • વિપક્ષમાં એકતા ન હોવાનો સીધો જ ફાયદો ભાજપને

બંને ઉમેદવારોને મળેલા મત અને ટકાવારી પાછળનું શું છે ગણિત?

નોંધનીય છે કે, દ્રૌપદી મુર્મુને 6,76,803 મૂલ્યના વોટ મળ્યા, જ્યારે યશવંત સિન્હાના ફાળે માત્ર 3,80,177 મૂલ્યના વોટ મળ્યા. આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને 64.04 ટકા અને યશવંત સિન્હાને 35.97 ટકા વોટ મળ્યા. ત્યારે તમને જણાવીશું કે, બંને ઉમેદવારોને મળેલા મત અને ટકાવારી પાછળનું આખરે શું છે ગણિત?

તમને જણાવી દઇએ કે, આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યોના કુલ વોટ 4809 અને તેનું કુલ મૂલ્ય 1086431 હતું. 18 જુલાઇના રોજ વોટિંગના દિવસે 4754 જ વોટ પડ્યા. આ 4754નું કુલ મૂલ્ય 1072377 છે. જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોના 776 વોટોનું કુલ મૂલ્ય 543200 છે, પરંતુ કુલ 763 સાંસદોએ મતદાનમાં પોતાના મતનો પ્રયોગ કર્યો. 763 સાંસદોના વોટોનું કુલ મૂલ્ય 534100 છે. 14 સાંસદોએ આ ચૂંટણીમાં મતદાન નથી કર્યું. આ સાથે તમામ રાજ્યોની વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 4033 છે. તેમના વોટનું મૂલ્ય 538277 હતું. આ ચૂંટણીમાં 3991 ધારાસભ્યોએ મતદાન કર્યું એટલે કે 42 ધારાસભ્યોએ વોટ નથી કર્યો.

દ્રૌપદી મુર્મુને 540 સાંસદોએ મત આપ્યો

એક સાંસદના મતનું મૂલ્ય 700 હતું. દ્રૌપદી મુર્મુને 540 સાંસદોએ મત આપ્યો, તે હિસાબથી તેઓને 378000 મત મળ્યા. બીજી તરફ યશવંત સિન્હાને 206 સાંસદોના મત મળ્યા, તેમના મતનું મૂલ્ય 145600 રહ્યું. 15 સાંસદોના વોટ રદ થઇ ગયા, જેના વોટનું મૂલ્ય 10500 હતું. દ્રૌપદી મુર્મુને દેશભરના 2284 ધારાસભ્યોએ મત આપ્યા, જેમના મતનું કુલ મૂલ્ય 298803 હતું, જ્યારે યશવંત સિન્હાને 1669 ધારાસભ્યોએ મત આપ્યો. જેનું કુલ મૂલ્ય 234577 રહ્યું. કુલ 38 ધારાસભ્યોના વોટોને રદ કરાયા.

યશવંત સિન્હાને ત્રણ રાજ્યોમાંથી કોઈ જ મત ન મળ્યા

આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની તરફેણમાં ખૂબ મોટા પાયે ક્રોસ વોટિંગ થયું હતું. કેરલમાં NDAનો એક પણ મત ન હોતો, પરંતુ ત્યાં પણ એક ધારાસભ્યએ મુર્મુને મત આપ્યો હતો. આમ મુર્મુને દરેક રાજ્યમાંથી વોટ મળ્યા જ્યારે યશવંત સિંહાને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમમાંથી કોઈ વોટ મળ્યા નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ