બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / President Draupadi Murmu will launch e-Assembly today, One Nation One application will be launched, know the entire program

ગાંધીનગર / ડિજીટલ સત્ર!, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ, વન નેશન વન એપ્લિકેશન કરશે લોન્ચ, જાણો સમગ્ર કાર્યક્રમ

Vishal Khamar

Last Updated: 10:40 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારનાં ડિજીટલ ઈન્ડીયાનાં સપનાને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિધાનસભા દ્વારા નવતર પહેલ કરવામાં આવી રહી છે. આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિધાનસભામાં સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરશે.

  • ગુજરાતની ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે
  • વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે
  • NeVAથી ગુજરાતની વિધાનસભા પેપરલેસ થશે

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત  ગતરોજ મોડી સાંજે તેઓ રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વતીથી તેમના અગ્ર સચિવ રાજેશ માંજુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલેકટર હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રવિ તેજા વસમશેટ્ટીએ પણ રાજભવનમાં રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું.

વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેની સાથે સાથે ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કરશે.  વિધાનસભામાં સવારે 10 કલાકે સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરશે.વિધાનસભાનું ચોમાસુ સત્ર પેપરલેસ રહેશે. વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થશે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન એટલે NeVA થી ગુજરાતની વિધાનસભા પેપરલેસ થશે.વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી બાબતોને એપ્લિકેશનમાં આવરી લેવાઇ. ધારાસભ્ય પણ તમામ માહિતી મેળવી શકશે. ગૃહમાં આવેલા પ્રસ્તાર પર પોતાનો મત અને હાજરી પણ એપ્લિકેશનથી પૂરી શકશે. ભવિષ્યમાં એપ્લિકેશનનો વ્યાપ વધારાશે. લોકોને જોડીને પ્રજાલક્ષી કાર્યો અને પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા પ્રયાસ થશે. 

 ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે
આજે રાષ્ટ્રપતિનાં કાર્યક્રમ બાદ બપોરે 12 વાગ્યે વિધાનસભાનું સત્ર મળશે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. જેમાં ગૃહ, સામાન્ય વહીવટી વિભાગ, મહેસુલ, માર્ગ મકાન, પંચાયત, શહેરી વિકાત તથા રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ સહિતની બાબતો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. વિવિધ વિભાગોનાં અહેવાલો મેજ પર મુકવામાં આવશે. ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે. તેમજ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરીટી વિધેયક. તેમજ ગુજરાત માસ અને સેવા સુધારા વિધેયક અને ગુજરાત કરવેરાને લગતા કાયદા સુધારા વિધેયક પર ચર્ચા અને મતદાન થશે. 

સત્રમાં એક દિવસ વધારો કરવા મુકાયો હતો પ્રસ્તાવ
વિધાનસભા સત્રમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે તા. 13 થી 16 સપ્ટેમ્બર સુધી ચોમાસુ સત્ર ચાલશે. 9 વિધેયક, 2 સરકારી સંકલ્પ અને એક કલાકની પ્રશ્નોત્તરી. તેમજ કામકાજ સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સત્રમાં એક દિવસ વધારો કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો. એક દિવસનો વધારો કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ થયો હતો. 

ચોમાસા સત્ર ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ૨૦૨૩ રજૂ થશે
ચોમાસા સત્ર દરમ્યાન ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક 2023 રજૂ થશે. ત્યારે રાજ્યમાં તમાં યુનિવર્સિટીઓ એક છત નીચે આવશે. રાજ્યની 11 યુનિવર્સિટી એક છત નીચે આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક માત્ર યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહિતની બાબતોનાં નિયમો ઘડાયા છે. યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રાધ્યાપકો,  ખાનગી ટ્યુશન કે ક્લાસીસ ચલાવી શકશે નહી.  ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે. તેમજ કુલપતિની નિમણૂંક, પ્રાદ્યાપકો, કર્મચારીઓની બદલીનાં વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી. તેમજ સ્થાવર મિલ્કત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. અને અન્ય હેતુ માટે ફંડનો ઉપયોગ કરી શકશે નહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ