બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pre-primary school fees will be approved by the FRC

શિક્ષણ / મોટા સમાચાર: પ્રિ-સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓને થશે ફાયદો, સરકાર લેશે મોટો નિર્ણય

Kiran

Last Updated: 05:16 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 2022થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે, પ્રિ-પ્રાયમરી એક્ટ અમલમાં આવતા પ્રિ-સ્કૂલની ફી ઉપર લગામ લાગશે, પ્લે ગૃપ, નર્સરી માટે સરકારની મંજૂરી લેવી પડશે એટલું જ નહીં FRC નક્કી કરશે એટલી જ ફી લઈ શકાશે

  • પ્રિ-સ્કૂલો ફાવે એમ ફી નહીં વસૂલી શકે
  • પ્લે ગૃપ, નર્સરી માટે લેવી પડશે સરકારની મંજૂરી
  • FRC નક્કી કરશે એટલી જ ફી લઈ શકાશે

શાળા કોલેજો બાદ હવે પ્રિ સ્કૂલ ભણતા બાળકોના વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, શાળા કોલેજોની જેમ હવે પ્રિ પ્રાયમરી સ્કૂલની ફી પણ  ફી નિયમન કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે જેથી હવે મન ફાવે તેમ ફી વસુલતી પ્રિ પ્રાયમરી સ્કૂલ પણ લગામ લગશે. આગામી 2022થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે, પ્રિ-પ્રાયમરી એક્ટ અમલમાં આવતા પ્રિ-સ્કૂલની ફી ઉપર લગામ લાગશે, પ્લે ગૃપ, નર્સરી માટે  સરકારની મંજૂરી લેવી પડશે એટલું જ નહીં FRC નક્કી કરશે એટલી જ ફી લઈ શકાશે,

પ્લે ગૃપ, નર્સરી માટે લેવી પડશે સરકારની મંજૂરી

મહત્વનું છે કે અગાઉ રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજ દ્વારા ઉઘરાવાતી વધુ પડતી ફીની ફરિયાદ ઉઠતા વાલીઓએ હંગામો મચાવ્યો હતો જે બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે ફી રેગ્યુરેટરી કમિટીની રચના કરવામાં આવી  હતી જે વધુ પડતી ફી વસુલતી શૈક્ષણિક સંસ્થાઓ  અને શાળા સંચાલકો માટે નિયત ફીના ધોરણો નક્કી કર્યા હતા, સરકાર દ્વારા બનાવામા આવેલી કમિટી શાળા કોલેજોમાં લેવામાં આવતી ફીનું મોનટરિંગ કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરતી હવે આગામી સમયમાં નવી શિક્ષણનીતિ અમલ થવા જઈ રહી છે.

FRC નક્કી કરશે એટલી જ ફી લઈ શકાશે

નવી શિક્ષણ અંતર્ગત પ્રિ પ્રાયમરી એક્ટ લાગુ થશે, જેમાં હવે શાળા કોલેજની જેમ હવે પ્રિ સ્કૂલની ફી ઉપર પણ લગામ લાગશે, નવી શિક્ષણ નીતિ અમલી બનતા પ્લે ગૃપ, નર્સરીના વર્ગ શરૂ કરવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે, એટલું જ નહીં  FRC દ્વારા પ્રિ-પ્રાયમરી સ્કૂલની ફી મંજૂર થશે, ઉલ્લેખનિય છે કે સરકારની મંજૂરી વગર ધમધમતી પ્રિ સ્કૂલ મન ફાવે તેમ 50 હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની ફી વસુલતી હોય છે તેવામાં ફી મામલે ફી નિયમન કમિટીની લગામ કસાતા નર્સરી કે પ્રિ સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને ફાયદો થશે.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ